
વાત્સલ્યમ્ સમાચાર
ધવલ ત્રિવેદી-ટંકારા
ટંકારા તા.8/5/23 ગુજરાત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા લેવામાં આવતી STEM QUIZ મા તાલુકા કક્ષાએ ઓરપેટ કન્યા છાત્રાલયની પાંચ છાત્રો ઉતિર્ણ. આગામી દિવસોમાં રાજ્ય કક્ષાએ ભાગ લેશે.
આજે મોરબી જિલ્લાના અલગ અલગ તાલુકાના અભ્યાસુ છાત્રો નું ગુજરાત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા લેવામાં આવતી STEM QUIZ નું પરીણામ જાહેર કરવામાં આવ્યુ હતું જેમાં ઓરપેટ કન્યા છાત્રાલયની પાંચ છાત્રો ઉતિર્ણ થયા છે. જેમાં મિતલ ગોધાણી, ક્રુતી જગોદરા, નેન્સી ફુલતરીયા, બંસી ડઢાણીયા, કોમલ પરમાર પાસ થઈ હવે રાજ્ય કક્ષાએ ભાગ લેશે. આ ક્વિઝ મા તાલુકા કક્ષાએ ટોપ ટેન મા સૌથી વધુ ઓરપેટ કન્યા વિદ્યાલય ના પાંચ વિદ્યાર્થીનીઓ ને શાળા પરીવારે આચાર્ય અસ્મિતાબેન ગામી, પ્રમુખ હિરાભાઈ ફેફર, ટ્રસ્ટના ગોપાલભાઈ રતનપરા એ શુભેચ્છા અભિનંદન પાઠવ્યા હતા.









