
મોરબીના ખેવારીયા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા

મોરબી તાલુકા પોલીસ સ્ટાફ નાઇટ રાઉન્ડમાં હતો તે દરમિયાનમાં મળેલ બાતમીના આધારે મોરબીના ખેવારીયા ગામે રામજી મંદિર વાળી શેરીમાં રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં જાહેરમાં જુગાર રમી રહેલ રજનીકાંત ઉર્ફે લાલો હંસરાજ જોશી , રહે. મૂળ ખેવારીયા હાલ રહે.મોરબી વાવડી રોડ ભગવતીપરા, રમેશ બચુ કાલરીયા પટેલ , ગોરધન અવચર રાજપરા પટેલ ,ભીખુભા બાલુભા જાડેજા ,અને રાજેશ જેઠા પ્રજાપતિ ,રહે.બધા ખેવારીયા વાળા જાહેરમાં જુગાર રમતા મળી આવતા તેઓ પાસેથી રોકડા રૂપિયા ૧૧,૨૧૦ જપ્ત કરીને પાંચેય સામે જુગારધારાની કલમ ૧૨ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.

[wptube id="1252022"]








