મોરબી ના ઘુટુ ગામે જુગાર રમતાં પાંચ ઝડપાયા
મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા ઘુંટુ હરિનગર સોસાયટી હનુમાનજીના મંદિર વાળી શેરીમાં જુગારની રેઈડ કરવામાં આવી હતી. અને જાહરેમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીન પતિનો રોન પોલીસનો જુગાર રમતા દયારામભાઇ શામજીભાઇ સોરીયા (રહે. ઘુંટુ હરિનગર તા.જી.મોરબી), નરેન્દ્રભાઇ ઉર્ફે નલો અમૃતલાલ પાટડીયા (રહે.મોરબી લખધીરવાસ આર્ય સમાજ વાળી શેરી જી.મોરબી), અજીતભાઇ મેઘજીભાઇ સોઢા (રહે.પીપળીયા ગામ રાજીવનગર તા.જી.મોરબી), ઘનશ્યામભાઇ ઉર્ફે હકાભાઇ ડાયભાઇ ગોહિલ (રહે.માથક મલવાસ તા.હળવદ જી.મોરબી) તથા રાઘવજીભાઇ ભુરાભાઇ પરેચા (રહે.ઘુંટુ હરિનગર તા.જી.મોરબી) નામના શખ્સોને રોકડ રૂ.૬૧,૧૫૦/-નાં મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
[wptube id="1252022"]





