
તા.૧૦/૭/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
બાળકોને પાણીજન્ય રોગચાળો અટકાવવાની માહિતી સાથે જવાબદાર નાગરીક બનવાની પ્રેરણા અપાઈ
તાજેતરમાં રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ થયો છે ત્યારે તંત્ર દ્વારા પાણીજન્ય રોગચાળો અટકાવવા તથા ગંદકી ન ફેલાઇ તે માટે દવા છંટકાવ સહિતના વિવિધ પગલાઓ જાહેર આરોગ્યની સુખાકારી માટે લેવામાં આવે છે. ત્યારે જેતપુરના અંકુર અને શ્રીજી વિધાલય સહિતની વિવિધ શાળાઓમાં આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય વિષયક સેમિનાર યોજાયો હતો.

આ સેમિનારમાં પાવર પોઇન્ટ પ્રેઝનટેશનના માધ્યમથી તાલુકા હેલ્થ ઓફિસર ડો. કુલદીપ સાપરિયાએ વિધાર્થીઓને ચોમાસાની પરિસ્થિતિમાં વાહકજન્ય તથા પાણીજન્ય રોગચાળા અટકાયતી પગલાં બાબત તથા એનીમિયા અટકાયત માટેની જાણકારી પૂરી પાડી હતી. તેમજ પાણીજન્ય રોગોમાં થતાં મેલેરીયા, ડેન્ગયુ, પેટની બિમારીઓ વિશે પણ જણાવ્યું હતું. ત્યારે આ બિમારીથી બચવા માટે પાણી ગરમ કરીને પીવું, પાણીના ટાંકામાં દવાઓનો છંટકાવ કરવા સહિતની માહિતી પૂરી પાડી હતી. આ તકે એમ.ટી.એસ અને સુપરવાઈઝરશ્રીઓએ પણ જરૂરી માગદર્શન આપ્યું હતું. ઉપરાંત બાળકોને તેમના ઘરોમાં આ રોગોની અટકાયત માટે જવાબદાર નાગરિક બનવા અપીલ કરી હતી. આ સેમિનારમાં વિધાર્થીઓ, શિક્ષકો, આચાર્યશ્રીઓ, આગેવાનો તથા આરોગ્ય વિભાગના કર્મીઓ ઉપસ્થિત રહયા હતા.










