MORBI:મોરબી ના ફડસર ગામે માતા-મામા સાથે મારામારી કરીને યુવતીનું અપહરણ કરી જનારા પાંચેય આરોપી ઝડપાઇ ગયા!

મોરબી ના ફડસર ગામે માતા-મામા સાથે મારામારી કરીને યુવતીનું અપહરણ કરી જનારા પાંચેય આરોપી ઝડપાઇ ગયા!
રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી
મોરબીમાં રહેતો યુવાન દીકરીને ભગાડી ગયાનો ખાર રાખીને પાંચ આરોપીઓએ યુવતીના માતા અને મામા સાથે મારામારી કરીને યુવતીનું ગાડીમાં અપહરણ કરી લઇ જઈને ગાળો બોલી ધમકી આપ્યાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી જે ફરિયાદને પગલે પોલીસે પાંચ આરોપીને ઝડપી લીધા છે.

પ્રાપ્ત થયેલી વિગત મુજબ
મોરબીમાં રહેતી યુવતીએ આરોપીઓ કાનાભાઈ જીવાભાઈ સવસેટા, જયદીપભાઈ જીવણભાઈ સવસેટા, વિક્રમભાઈ રહે ત્રણેય દેવગઢ તા. માળિયા, જયલો બાબરિયા રહે કુન્તાશી અને મુન્નાભાઈ જીલરીયા એમ પાંચ વિરુદ્ધ મારામારી, અપહરણ અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે તેનો ભાઈ ધરમ કાનાભાઈ સવસેટાની દીકરી સાથે ભાગી ગયો હોય જેનો ખાર રાખીને યુવતી અને તેની માતા મામાના ઘરે ફડસર ગામે હોય ત્યારે ત્રણ ગાડીમાં આવી આરોપીઓએ માતા અને મામા સાથે ઝઘડો કર્યો હતો અને યુવતીને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી અપહરણ કરીને લઈ ગયાં હતાં અને ગાળો આપીને ધમકી આપી હતી. જે બાબતે મોરબી તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ અપહરણ, મારામારીની ફરિયાદ નોંધીને વધુ તપાસ ચલાવી હતી અને તમામ પાંચ આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.








