GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBi:મોરબી જિલ્લામાં આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશ વર્ષ–૨૦૨૪ માટે પ્રથમ તબક્કાની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી

MORBi:મોરબી જિલ્લામાં આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશ વર્ષ–૨૦૨૪ માટે પ્રથમ તબક્કાની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી

ઉમેદવારો https://itiadmission.gujarat.gov.in પર ઓનલાઇન ફોર્મ ૧૩ જૂન સુધી ભરી શકશે

ગુજરાત રાજ્ય શ્રમ અને રોજગાર વિભાગ નિયામકશ્રી રોજગાર અને તાલીમ હેઠળની મોરબી જિલ્લાની સરકારી આઈ.ટી.આઈ. મોરબી, માળીયા-મિયાણા, હળવદ, ટંકારા, તથા વાંકાનેર, ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના કોર્ષ/ વ્યવસાયોમાં પ્રવેશ વર્ષ – ૨૦૨૪ માટેની પ્રથમ તબક્કાની પ્રવેશ પ્રક્રિયા માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

ઉમેદવાર ઈન્ટરનેટના માધ્યમથી https://itiadmission.gujarat.gov.in વેબ સાઈટ પરથી ઓનલાઈન પ્રવેશફોર્મ ભરી શકશે તેમજ રૂ. ૫૦ રજીસ્ટ્રેશન ફી 1.Internet Banking. 2.Credit Card 3.UPI ID – UPI QR Code. 4.NEFT. વગેરે માધ્યમ દ્વારા ભરી શકશે. અથવા તો ઉક્ત સંસ્થાઓ પૈકી નજીકની કોઇ પણ સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી આપવામાં આવશે. જિલ્લાના દરેક આઈ.ટી..આઈ ખાતે ૧૦:૦૦ થી ૦૫:૦૦ દરમિયાન ઓનલાઈન પ્રવેશફોર્મ ભરવાની કામગીરી માટે તેમજ આઈ.ટી.આઈ. વિશે માર્ગદશન આપવા માટે માર્ગદર્શન સેન્ટર કાર્યરત છે. ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ ૧૩-૦૬-૨૦૨૪ છે. વધુ માહિતી માટે સંસ્થાની https://itimorbi.gujarat.gov.in/ વેબ સાઈટની મુલાકાત લેવા અનુરોધ કરવામાં આવે છે.

ઉમેદવારે ઓનલાઇન પ્રવેશ ફોર્મ માટે (૧) ધો-૦૮/૦૯/૧૦ ની માર્કશીટ (૨) પ્રયત્નનો દાખલો (Trial Certificate) (૩) શાળા છોડયાનું પ્રમાણપત્ર (૪) જાતી/ કેટેગરી પ્રમાણપત્ર (ST/SC/SEBC/EWS) (૫) દિવ્યાંગ ઉમેદવારો માટે દિવ્યાંગનુ પ્રમાણપત્ર ( ૬) રાજ્ય બહારના ઉમેદવારો માટે ડોમીસાઈલ સર્ટીફિકેટ (૭) આધાર કાર્ડ, (૮) પાસપોર્ટ સાઇઝ ફોટો, (૯) બેંક પાસબુક (મરજીયાત) (૧૦) આવકનો દાખલો (૧૧) BPL (જો લાગુ પડતું હોય) સહિત જરૂરી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની સ્વપ્રમાણીત ઝેરોક્ષ નકલો સાથે લાવવાની રહેશે તેમ મોરબી ઔધોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button