GUJARATMORBI

મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા  પીજીવીસીએલ સ્ટાફ ને ફાયર ડેમોન્સટ્રેશન અને ટ્રેનિંગ આપવામાં આવી.

મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા  પીજીવીસીએલ સ્ટાફ ને ફાયર ડેમોન્સટ્રેશન અને ટ્રેનિંગ આપવામાં આવી.


આગ લાગવાના કારણો, આગના પ્રકારો, કેવા કેવા પ્રકારની આગ લાગી શકે? આગથી કેવી રીતે બચી શકાય? આગની સામે કેમ રક્ષણ મેળવી શકાય, આગ કે અન્ય અકસ્માતમાં ફસાઈ જાય તો પોતાનો સ્વ બચાવ કેવી રીતે કરવો અને અન્યને પણ બચાવીને બહાર કેવી રીતે કાઢવા તે અંગે માર્ગદર્શન આપેલ. તેમજ Fire extinguisher (અગ્નિશામક યંત્ર)નો ઉપયોગ કેવી રીતે કરવો તે પદ્ધતિસર સમજાવ્યું. ત્યારબાદ અગ્નિશામક યંત્રના ઉપયોગનો લાઈવ ડેમો રાખેલ સાથે રેસ્ક્યુ વ્હીકલ ની માહિતી આપેલ.


મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ કેવી કેવી કામગીરી કરે છે અને કોઈ પણ પ્રકારની આગ લાગે ત્યારે અને રેસ્ક્યુ વખતે ઈમરજન્સી કોન્ટેક્ટ ૧૦૧ નંબર પર ફોન કરીને ફાયર સ્ટેશનનો સંપર્ક કરી શકાય છે.
ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ શૈક્ષણિક સંકુલ, સોસાયટી, હોસ્પિટલ કે બહુમાળી ઈમારતો માં આવા ફાયર સેફટી જાગૃતિના હેતુસર ફ્રી (નિશુલ્ક) લાઈવ ડેમો અને ટ્રેનિંગ માટે મોરબી જિલ્લા સ્ટેશન ફાયર ઓફિસર શ્રી દેવેન્દ્રસિંહ જાડેજા (૯૯૭૯૦ ૨૭૫૨૦) & લીડિંગ ફાયરમેન શ્રી જયેશ ડાકી (૯૭૩૭૪ ૦૩૫૧૪) તેમજ ફાયર સ્ટેશનનો સંપર્ક કરવો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button