
મોરબી શહેરમાં સવારથી વરસાદી ઝાપટા વરસી રહ્યા હતા તો ટંકારા અને હળવદ પંથકમાં બપોરના સુમારે ધોધમાર વરસાદ શરુ થયો હતો જેને પગલે ટંકારાની મુખ્ય બજારમાં નદીઓ વહેવા લાગી હતી તો હળવદ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થયા હતા

મોરબી જીલ્લામાં સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીમાં મોરબી તાલુકામાં ૧૪ મીમી, ટંકારા તાલુકામાં ૩૩ મીમી, વાંકાનેર તાલુકામાં ૧૪ મીમી અને હળવદ તાલુકામાં ૬૦ મીમી વરસાદ નોંધાયો હતો મોરબી શહેર તેમજ હળવદ અને ટંકારા પંથકમાં વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા

હળવદના ટીઆરબી જવાન ઉપેન્દ્રસિંહ જાડેજા, જીએચજી જવાન સુનિલભાઈ ગોસ્વામી, ટી આર બી આરતીબેન પરમાર તેમજ જી.આર.ડી અરવિંદ પાટડિયા આ જવાનો એ હળવદ એચડીએફસી બેન્ક નજીક પાણીના ધસમસતા પ્રવાહમાંથી લોકોને મદદરૂપ બનવા જીઆરડી તેમાં જવાનો લોકોની વહારે આવ્યા હતા
[wptube id="1252022"]








