
વરસાદ અને વાવાઝોડા વચ્ચે બામોસણાના આરોગ્ય કર્મીઓએ સગર્ભા માતાની સફળ પ્રસુતિ કરાવી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ગુજરાત ઉપર એકતરફ બિપર જોય વાવાઝોડા નું સંકટ તોડાઈ રહ્યું હોય અને બીજી તરફ સગર્ભા માતાની પ્રસુતિનો સમય થઈ ગયો હોય ત્યારે કેવી નાજુક પરિસ્થિતિ હોય અને આ નાજુક પરિસ્થિતિ વચ્ચે સગર્ભા માતા પરિજનો અને આરોગ્ય કર્મીઓ કઈ રીતે સુપેરે આ કપરા સમયમાં બહાર આવે છે તેનો ઉત્તમ દાખલો મહેસાણા જિલ્લાના બામોસણા આરોગ્ય કેન્દ્રમાં બે દિવસ પહેલા જોવા મળ્યો અને આજે તો હેમખેમ જચ્ચા અને બચ્ચા સાથે માતા પરિજનોની સાથે આનંદભેદ ઘેર પહોંચતા જોવા મળ્યા વહેલી પરોઢના વાવાઝોડા અને વરસાદ વચ્ચે સગર્ભા માતાની આ વાતને ફિમેલ હેલ્થ સુપરવાઇઝર દાઈ બેન ચૌધરી પોતાના શબ્દોમાં અમને જણાવે છે એમ,”શ્રીમતી ભાવના બેન અજિત સિંગ ઝાલા સગર્ભા માતા જે તરેટી ની દીકરી છે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બામોસના તાલુકો જિલ્લો મહેસાણા ની લાભાર્થી છે ભાવના બેનને૧૫ મી તારીખ નાં રોજ પરોઢિયે સાડા ત્રણ કલાકે પ્રસુતિની પીડા શરૂ થતા ફિમેલ હેલ્થ વર્કર શરૂ મધુબેન ચૌધરી ,CHO. વર્ષા બેન રાજપૂત અને સબ સેન્ટર. દેલા ની આશા જયશ્રી બેન તાત્કાલિક જાણ થતાં સગર્ભા ને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બમોસાના પર સવારે 4 વાગે લાવ્યાં હતા .ત્યારબાદ મેડિકલ ઓફિસર ડોક્ટર સૌરવ ભાઈ ચૌધરી , ફિમેલ હેલ્થ સુપરવાઇઝર (FHS )દાઈ બેન ચૌધરી અને ભિખી બેન ચૌધરી તેમજ રાજશ્રી બેન જાણ થતાં તત્કાલીક આરોગ્ય કેન્દ્ર પર પહોંચી ગયા હતા. સગર્ભા દર્દી ને ત્યાં દાખલ કરી જરૂરી ટ્રીટમે્ટ ચાલુ કરી દીધી .દર્દી ને દાખલ કરી ત્યારે cervix dilation 3 ફિંગર હતું ત્યારબાદ જરૂરી ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી મેમ્બ્રેન રુપ્ચર થયા પછી બાળક નું હેડલોક થઈ ગયું હતું ત્યારબાદ 108 એમ્બ્યુલન્સને કોલ કરીને સ્ટેન્ડબાય માં રાખેલ હતી ત્યારબાદ નર્સિંગ સ્ટાફ , ડૉક્ટર અને ફાર્માસિસ્ટ નાં અથાગ પ્રયત્નો થી સગર્ભા માતાની સફળતા પૂર્વક પ્રસૂતિ કરવામાં આવી બાળક એકદમ તંદુરસ્ત હતું જેનું વજન 3.5 kg હતું ત્યારબાદ માતાને જરૂરી એન્ટીબાયોટિક ટ્રીટમેન્ટ આપી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર(PHC )બમોસના પર દાખલ રાખેલ હતા તેમને જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ (JSSK )યોજના અંતર્ગત જરૂરી સેવા આપી હતી અને બાળક ને જન્મ સમય ની બધી જ રસી આપી દીધી હતી ત્યારબાદ માતા અને બાળક તંદુરસ્ત થતાં ૨ દિવસ આરોગ્ય કેંન્દ્ર બામોસાનાં પર રાખી ને હેમખેમ ઘેર પહોંચાડ્યા હતા સગર્ભા સમય દરમિયાન માતા નું હિમોગ્લબિન ઓછું હતું તો જરૂરી આયર્ન ફોલિક એસિડ ની ગોળી ઓ અને INJ.FERRIC CARBOXY MALTOSE આપી ન દર્દી નું હિમોગ્લોબીન ઇમ્પ્રોવ કર્યું હતું આમ આવી સાઇક્લોન જેવી પરિસ્થિતિમાં હેલ્થ સ્ટાફ બામોસનાં દ્વારા એક સફળ કામગીરી કરી સગર્ભા માતા અને બાળક નો જીવ બચાવ્યો..





