મોરબી : શૈક્ષણિક સંસ્થા દતક માટે કદાચ તૈયાર ન થાય તો પણ ટી ડી પટેલ દીકરીઓને ધોરણ 12 સુધી ની:શુલ્ક શિક્ષણ આપશે

મોરબી : શૈક્ષણિક સંસ્થા દતક માટે કદાચ તૈયાર ન થાય તો પણ ટી ડી પટેલ દીકરીઓને ધોરણ 12 સુધી ની:શુલ્ક શિક્ષણ આપશે
સમાજમાં એવા બાળકો પણ છે કે જેમના માતા-પિતા અવસાન પામેલા હોય અથવા કામ કરવા શારીરિક રીતે સક્ષમ ન હોય આવા બાળકોને કુટુંબીજનો બોજો સમજતા હોય સ્વાર્થની દુનિયામાં આજે જયારે સગી જનેતાને લોકો ત્યજે છે ત્યારે આવા અનાથ બાળકોનો ખર્ચનો બોજો ઉઠાવવા ભાગ્યેજ તેના કુટુંબીજનો તૈયાર થાય, પરંતુ વિશ્વમાં ભારતની સંસ્કૃતિ અનોખી છે. તેમાં સંતો, સન્યાસીઓ, સંસ્થાઓ આજે પણ દીનદુઃખીયાઓની સેવા કરે છે, ભૂખ્યાને જમાડવા અન્તોત્ર ચલાવે છે એવી જ સંસ્થા જય સરદાર એજયુકેશન ટ્રસ્ટ છે. જે શિક્ષણક્ષેત્રે સેવાયજ્ઞ કરે છે. જેના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ટી. ડી. પટેલ સરે મોરબીની વિકાસ વિદ્યાલયની ૩૩ અનાથ દીકરીઓ યદુનંદન ગૌશાળાની દીકરીઓ, મધર ટેરેસાની-૩ કુલ દીકરીઓને નિઃમુક શાળામાં પ્રવેશ આપેલ છે. જેમની ફી શાળા તરફથી કંઈજ લેવામાં નથી આવતી અને ભણશે ત્યાં સુધી નહી લેવામાં આવે અને બીજા કોઈ તેની ફી ભરે તેવી અપેક્ષા પણ નથી રાખી. જે ઓશાંતિ પરિવાર માટે ગૌરવની વાત છે. મોરબી આર્થિક રીતે સમૃધ્ધ અને ધાર્મિક અને સેવાક્ષેત્રે ગુજરાતનું આગળ પડતુ શહેર છે. મોરબીમાં ઘણી એવી સંસ્થાઓ છે કે જે અસ્થિર મગજના લોકોની સેવા કરે છે, ફી ટીફીન સેવા ચલાવે

અન્નક્ષેત્ર ચલાવે છે. ગૌસેવા ચલાવે છે જેમને મોરબી વાસીઓ લાખોનું દાન આપે છે. હવે તેમાં એક નવું પીંછુ ઉમેરાય છે અને તે છે શ્રી ટી. ડી. પટેલસર દ્વારા શિક્ષણથી વંચીત અનાથ બાળકોને નિઃશુલ્ક શ્રેષ્ઠ શિક્ષણ આપવાનું. શાળાના આચાર્ય તરીકે હું કાર્ય કરું છુ મને વિચાર આવ્યો કે મોરબીમાં અને ગુજરાતમાં રહેલા માયાળુ, માનવતાવાદી લોકો પણ આ કાર્યમાં પોતાની ભાગીદારી નોંધાવી માત્ર શાળા જ નહી પરંતુ સમગ્ર સમાજ અનાથ બાળકોની સાથે તેમને હુંફ, સ્નેહ અને પ્રેમ આપવા ઊભો છે જેથી આ બાળકોને પોતાના માતા-પિતાની ખોટ ન પડે અને તેનુ શૈક્ષણિક ભવિષ્ય ઉજજવળ બને જે માટે હું ઓશાંતિ વિધાલયમાંથી અભ્યાસ કરીને ગયેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે આજે પોતાની આવડત અને સૂઝબૂજથી આર્થિક રીતે ખૂબ જ સક્ષમ અને સમૃધ્ધ છે અને તેઓ ધંધા, વ્યવસાય અને સરકારી નોકરીમાં ખૂબ જ ઉંચી પોસ્ટ પર કાર્ય કરે છે તે તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થી અને મોરબીની ધર્મપ્રેમી અને ઉદાર હાથે ફાળો આપતા ધંધાર્થીઓને અપીલ કરું છુ કે સમાજમાં રહેલી આ “અનાથ”, “નિરાધાર” દીકરીનો સહારો બની તેને “શૈક્ષણિક દત્તક’ લઈ તેને અભ્યાસમાં મદદરૂપ બને લાખો, કરોડોનો ફાળો આપતા મોરબીના સેવાભાવી થોડાક હજારો રૂપિયા દાન આપી દિકરીઓના શૈક્ષણિક ભવિષ્યને ઉજજવળ બનાવશો તેવી અપીલ છે.
‘દીકરી શૈક્ષણિક દત્તક” લેવા સંપર્ક કરો ઓમશાંતિ વિધાલય-મોરબી મો.9825075484








