MORBI:મોરબીના એસપી રોડ ઉપર આવેલ દુકાનમાંથી વિદેશી દારૂની પાંચ બોટલો સાથે ઈસમ ઝડપાયો

મોરબીના એસપી રોડ ઉપર આવેલ દુકાનમાંથી વિદેશી દારૂની પાંચ બોટલો સાથે ઈસમ ઝડપાયો
મોરબીના એસપી રોડ ઉપર આવેલ વાયબ્રેશન સિલેકશન નામની દુકાનમાંથી મોંઘીદાટ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ પાંચ બોટલ સાથે આરોપીની અટક કરવામાં આવી હતી. પકડાયેલ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં વિદેશી દારૂના સપ્લાયરનું નામ ખુલવા પામ્યું હતું. જેથી પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મોરબી એ ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે એસપી રોડ ઉપર આવેલ વાયબ્રેશન સિલેકશનમાં દરોડો પાડી વિદેશી દારૂની જોહ્ની વોકર રેડ લેબલ સ્કોચની ત્રણ બોટલ કિ.રૂ.૪૫૦૦/- તથા બ્લેન્ડર સ્પ્રાઈડની બે બોટલ કિ.રૂ.૧૯૯૦/- એમ કુલ પાંચ બોટલ કિ.રૂ.૬,૪૯૦/- સાથે આરોપી ચંદ્રેશભાઇ માધવજીભાઇ વૈષ્નાણી ઉવ.૩૮ રહે.મોરબી રવાપર ગોલ્ડન માર્કેટ પાછળ સાનીધ્યપાર્ક વાત્સલય એપાર્ટમેન્ટ બ્લોકનં.૧૦૩ને ઝડપી લેવામાં આવ્યો હતો. જયારે આરોપીની સઘન પૂછપરછમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા આરોપી અંકીત અરૂણભાઇ રાઠોડ રહે.મોરબી વાવડીરોડ પાસેથી મેળવ્યા હોવાનું જણાવતા પોલીસે આરોપી અંકિત રાઠોડને ફરાર દર્શાવી બંને આરોપી વિરુદ્ધ પ્રોહી. હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








