
મોરબી:રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલો સાથે ઈસમ ઝડપાયો
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે મળેલ બાતમીને આધારે લીલાપર રોડ ઉપર આવેલ ન્યુ પ્રજાપત સોસાયટીના રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૪૧ બોટલ સાથે આરોપીને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર મોરબીના લીલાપર રોડ ઉપર ન્યુ પ્રજાપત સોસાયટીમાં આરોપી જગદીશભાઈ સામતભાઇ સાવધારના રહેણાંક મકાનમાં સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફે મળેલ પૂર્વ બાતમીને આધારે દરોડો પાડી વિદેશી દારૂની બ્લેન્ડર્સ પ્રાઇડ, સિગ્નેચર, ગ્રીનલેબલ જેવી જુદી જુદી બ્રાન્ડની ૪૧ નંગ બોટલ સાથે આરોપીની સ્થળ ઉપરથી જ ધરપકડ કરી હતી. ઉલ્લખનીય છે કે દરોડા દરમિયાન પકડાયેલ આરોપી અગાઉ પણ વિદેશી દારૂના ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. હાલ એ ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુન્હો રજી. કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.








