GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:સાર્થક વિદ્યામંદિર મોરબી ખાતે આઠમો તુલસી દિવસ ઉજવાયો.

સાર્થક વિદ્યામંદિર મોરબી ખાતે આઠમો તુલસી દિવસ ઉજવાયો.


વિદ્યાર્થીઓ દ્વારા સોશિયલ મીડિયાના વપરાશ અંગે સભાનતા કેળવવા માટેનું નાટક રજૂ કરવામાં આવ્યું
શિક્ષકો વચ્ચે તુલસી જ્ઞાન સ્પર્ધા પ્રશ્ન મંચ નું આયોજન થયું ધોરણ આઠના વિદ્યાર્થીઓના વાલીઓ વચ્ચે વક્તૃત્વ સ્પર્ધા નું આયોજન થયું જેમાં નિર્ણાયકની ભૂમિકામાં અશ્વિનભાઈ બરાસરા અને સત્યરાજસિંહ જાડેજા રહ્યા હતા

દર વખતે ની જેમ આ વખતે પણ વિવિધ ક્ષેત્રોમાં સમાજ સેવા સાથે સંકળાયેલ લોકોનું તુલસી સન્માન અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું. આ વખતે શ્રી સંત દેવીદાસ ગ્રુપ (વલ્લભભાઈ અઘારા અને ટીમ) તેમજ શ્રી ધીરુભાઈ ચાવડા (આહીર) નું સન્માન કરવામાં આવ્યું
ખૂબ જ મોટા પ્રમાણમાં હાથ બનાવટની વસ્તુઓ, લાકડાની વસ્તુઓ ,કાપડની થેલીઓ, આયુર્વેદિક દવાઓ અને ઓર્ગેનિક વસ્તુઓનું વેચાણ થયું


તુલસીના રોપાનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું
• સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ રાજકોટ દ્વારા વૈદિક પેરેન્ટિંગ નું ઉદઘાટન કરવામાં આવ્યું
બહુ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા સ્ટેજ કાર્યક્રમ પૂરો થયા પછી ઓપન માઈકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 20 થી વધુ નાના મોટાઓએ પોતાના વાત વિચારો રજૂ કર્યા હતા
સાર્થક વિદ્યા મંદિરમાં પહેલી ડિસેમ્બર થી દૈનિક યજ્ઞ થઇ રહ્યો છે . રજાઓના દિવસોમાં તેમજ અનિવાર્ય સંજોગોથી યજ્ઞમાં હાજર નહીં રહી શકનાર વિદ્યાર્થીઓ માટે આજે યજ્ઞનું આયોજન કરવામાં આવેલું હતું તેમાં 100થી વધુ વિદ્યાર્થીઓએ વાલીઓ સાથે ભાગ લીધો હતો
કાર્યક્રમના અંતે સર્વેએ ઘેર ઘેર તુલસી ક્યારાનો સંકલ્પ લીધો હતો

[wptube id="1252022"]
Back to top button