
મોરબી નજીક લોરીસ કારખાનાના સ્ટોર રૂમમાં જુગાર રમતા આઠ ઝડપાયા

મોરબી તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી નજીકના ધરમપુર ગામ પાસે આવેલ લોરીસ કારખાનામાં જુગાર રમતા હોવાની જયદેવસિંહ ઝાલા, જયદીપભાઇ પટેલ, પંકજભાઈ ગૂઢડા અને રમેશભાઈ મુંધવાને બાતમી મળી હતી જેના આધારે તાલુકા પોલીસની ટીમ દ્વારા ત્યાં કારખાનામાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે (૧)કારખાનેદાર ભાવેશભાઈ ચતુરભાઈ ડઢાણીયા (૨), અભય ચુનીલાલ દેકાવાડિયા (૩), રવિરાજ ટપુભાઈ અઘારા (૪), વિપુલભાઈ મોહનભાઈ અમૃતિયા (૫), અશ્વિનભાઈ પ્રાગજીભાઈ કાંજિયા (૬), હિતેન્દ્રભાઈ બચુભાઈ પટેલ (૭), હિતેશ છગનભાઇ ચારોલા (૮) અને દિનેશભાઈ કરસનભાઈ મેરજા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેઓની પાસેથી સ્થળ ઉપરથી ૨.૬૭ લાખની રોકડ કબજે કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે





