
મોરબી સોસાયટીમાં જુગાર રમતા આઠ ઝડપાયા

મોરબી : મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલી યોગીનગર સોસાયટીમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા આરોપી રવિભાઇ હેમંતભાઇ કુંવરીયા, રાઘવ ઉર્ફે ગોરધનભાઇ કુંવરીયા, પિયુષ ઉર્ફે ખારો બાબુભાઇ કુંવરીયા, રવિભાઇ રમેશભાઇ દલસાણીયા, નાસીર અનવરભાઇ માલાણી, જતીન પ્રકાશભાઇ ચારોલા, મહેશભાઇ દામજીભાઇ નિમાવત અને અજયભાઇ રમેશભાઇ કુંવરીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 14,880 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
[wptube id="1252022"]





