MORBI:મોરબીની સેશન્સ કોર્ટમાં ખોટા સોલવંશી જામીન રજુ કરવાના ગુનામાં છેલ્લા એકાદ વર્ષથી નાસ્તો ફરતો ઈસમ ઝડપાયો

MORBI:મોરબીની સેશન્સ કોર્ટમાં ખોટા સોલવંશી જામીન રજુ કરવાના ગુનામાં છેલ્લા એકાદ વર્ષથી નાસ્તો ફરતો ઈસમ ઝડપાયો
મોરબી જીલ્લામાં નાસતા ફરતા, પેરોલ જમ્પ, જેલ ફરારી આરોપીને ઝડપી લેવા પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન આશરે એકાદ વર્ષ પૂર્વે મોરબી ખાણ ખનીજ ખાતા દ્વારા મોરથળા ગામના રાજુભાઈ બુટાભાઈ ફાંગલીયાનં હિતાચી મશીન ગેરકાયદે ખનીજ ખોદકામ કરતા પકડેલ હોય જે અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાયો થો જે હિતાચી મશીન છોડાવવા માટે હાઈકોર્ટમાં અરજી કરેલ અને હાઈકોર્ટ સોલવંશી જામીન મોરબી સેશન્સ કોર્ટમાં રજુ કરવા હુકમ કર્યો હતો

જેથી આરોપીઓએ ખોટા સોલવંશી જામીન બનાવી સેશન્સ કોર્ટ મોરબીમાં રજુ કરતા કોર્ટના ધ્યાને આવતા કોર્ટના માર્ગદર્શન હેઠળ મોર્બ્ગી બી ડીવીઝન પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો જે ગુનામાં ત્રણ આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા તો એક આરોપી નાસતો ફરતો હતો જે આરોપી રજુ બુટાભાઈ ફાંગલીયા (ઉ.વ.૨૬) રહે મોરથળા તા. થાન વાળાને વાંકાનેર દિઘલીયા ચોકડી પાસેથી ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકને સોપવામાં આવ્યો છે