
ટંકારા ના ટોળા ગામે યુવાનને જાતિ પ્રત્યે અપમાનિત કરી બે શખ્સોએ માર માર્યો
ટંકારા તાલુકાના ટોળ ગામે રહેતા અને મજૂરી કામ કરતા પ્રકાશભાઇ રમેશભાઇ ચાવડાને તેમના જ ગામના આરોપી ગોપાલભાઇ હરિભાઇ કાંગલીયા અને વજાભાઇ ગોવિંદભાઇ કાંગલીયા ગામના ચોરા પાસે જાહેરમાં અપમાનિત કરી જાતિ પ્રત્યે હડધૂત કરતા ફરિયાદીએ એવું નહીં કરવા જણાવવા છતાં બન્ને શખ્સોએ ગાળો આપી લાકડીઓ વડે વાસાના ભાગે તથા ડાબા પગમાં તથા માથાના ભાગે માર મારી શરીરે મુંઢ ઇજાઓ કરી હતી અને જતા જતા મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં બન્ને શખ્સો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની કલમો મુજબ ગુન્હે નોંધવામાં આવ્યો છે.
[wptube id="1252022"]