MORBIMORBI CITY / TALUKO

ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળા (બપોર)માં વાર્ષિકોત્સવ 2023 ની ભવ્ય ઉજવણી

ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળા (બપોર)માં વાર્ષિકોત્સવ 2023 ની ભવ્ય ઉજવણી

તારીખ 10/03/2023 ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા. સંચાલિત પૂજ્ય ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળા (બપોર) બાબાજીપુરા-7માં ભવ્ય વાર્ષિકોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડોંગરેજી મહારાજ ની કર્મભૂમિ એવા માલસરના મહંત શ્રી જગન્નાથ દાસજી બાપુ પધારેલ હતા. તેમજ કાર્યક્રમને દિપાવવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ના ઉપાધ્યક્ષ ડો. હેમાંગભાઈ જોશી અને સભ્ય શ્રી નિલેશભાઈ કહાર વિશેષ ઉપસ્થિતિમાં હતા. એ સિવાય અતિથિ વિશેષમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આહીર સાહેબ તેમજ કોર્પોરેટર શ્રી જાગૃતીબેન કાકા અને જ્યોતિબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

 


તેમજ શાળાના 440 વાલીઓની ઉપસ્થિતિમાં બાળકોની અંદર રહેલ સુશુપ્ત શક્તિઓને ઉજાગર કરવાનો એક અનેરો લાવો બાળકોએ પ્રાપ્ત કર્યો હતો. ભારતીય સંસ્કૃતિ ની ઝાંખી બાળકોએ પોતાના ડાન્સ દ્વારા પ્રદર્શિત કરી હતી. તેમજ વર્ષ દરમિયાન થયેલ જુદી જુદી પ્રવૃત્તિઓનું ઇનામ વિતરણ પણ આજના દિવસે કરી બાળકોને પ્રોત્સાહન આપી શ્રેષ્ઠથી સર્વ શ્રેષ્ઠ તરફ જવાની એક પ્રેરણા પૂરી પાડી હતી. અને આજનો આ કાર્યક્રમ એ શાળા પરિવાર માટે અને બાળકો માટે તેમજ ઉપસ્થિત તમામ લોકો માટે એક યાદગાર બની રહેશે તેવું મહેમાન શ્રીઓ અને વાલીઓ ની ચર્ચામાં રહ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button