MORBIMORBI CITY / TALUKO

બિપરજોપ” વાવાઝોડા અંતર્ગત રેપીડ રીસ્પોન્સ ટીમમાં મોરબી સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સને વિવિધ ફરજ સોંપાઈ

બિપરજોપ” વાવાઝોડા અંતર્ગત રેપીડ રીસ્પોન્સ ટીમમાં મોરબી સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સને વિવિધ ફરજ સોંપાઈ

હવામાન ખાતા તરફથી તા.૧૧/૦૬/૨૦૨૩ થી તા.૧૬/૦૬/૨૦૨૩ દરમિયાન મોરબી જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની આગાહી આપવામાં આવી છે. વાવાઝોડા એલર્ટ અંતર્ગત સાવચેતીના ભાગરૂપે મેડીકલ ઈમરજન્સી માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા અધિકારીશ્રીઓને રેપીડ રીસ્પોન્સ ટીમમાં ફરજ સોંપવામાં આવી છે.

જનરલ સર્જન (ટીમ લીડર) માટે ડો.મનીષ ભાટિયા, ડો. ભાર્ગવ વસિયાણી, ડો.યશ ચનિયારા અને ડો.જયદીપ ભીમાણીને એનેસ્થેટીસ્ટ માટે ડો.રાજેન્દ્ર લોરિયા, ડો.હર્ષિલ શાહ, ડો.એમ.ડી. માંકડિયાને ઓર્થોપેડીક સર્જન માટે ડો. એકાન્કી બંસલ, ડો. સાગર ખાનાપરા, ડો. સાગર હરણીયા, ડો.સુકાલીન પટેલને તેમજ ફિઝિશિયન માટે ડો.ચિરાગ આદ્રોજા, ડો. હિતેષ કંઝારિયાને નિયુક્ત કરવામાં આવ્યા છે.


આ ડોક્ટર્સ/ટીમ મેમ્બર્સએ અધિક્ષકશ્રી / આરએમઓ  સુચના રાહત બચાવની કામગીરી કરવાની રહેશે.

[wptube id="1252022"]
Back to top button