GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી માં દિવાળીની રાત્રે આગ લાગવાથી ફાયર બ્રિગેડ રાતભર દોડતું રહ્યું: ઠેરઠેર આગની હૈયાહોળી

મોરબી માં દિવાળીની રાત્રે આગ લાગવાથી ફાયર બ્રિગેડ રાતભર દોડતું રહ્યું


મોરબી ફાયર બ્રિગેડના ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મોરબી ફાયર વિભાગ દ્વારા મોરબી અને આસપાસના વિસ્તારમાં ફટાકડાને કારણે આગજનનીના બનાવોમાં સરળતાથી પહોંચી શકાય તે માટે મહારાણા પ્રતાપ સર્કલ સામેકાંઠે, નવા બસ સ્ટેન્ડ અને ફાયર સ્ટેશન ખાતે અલગ અલગ ત્રણ ટીમો કુલ સ્ટાફ 15 સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. ગઈકાલે દિવાળીના તહેવાર દરમિયાનથી અત્યાર સુધી સવારમાં મોરબી ફાયર કંટ્રોલરૂમમાં અલગ અલગ 21 ફાયર કોલ આવ્યા હતા.જેમાં કચરાના ઢગલામાં, ઝાડી ઝાંખરામાં, ખુલ્લી જગ્યામાં, નીરણ કે ઘાસચારામા, મકાન કે દુકાનની છત ઉપર કે બાલ્કનીમાં, એવી વિવિધ જગ્યાએ આગજનનીના બનાવો બન્યા હતા.સદનસીબે કોઈ જાનહાની થયેલ નથી.

[wptube id="1252022"]
Back to top button