MORBI :”સેવા એજ સંપતિ” ફાઉન્ડેશન ના ચેરમેન અજય લોરીયાનો આજે જન્મદિવસ

MORBI :”સેવા એજ સંપતિ” ફાઉન્ડેશન ના ચેરમેન અજય લોરીયાનો આજે જન્મદિવસ
મોરબી : નાનપણથી જ સેવાકાર્યો અને રાષ્ટ્રસેવામાં અગ્રેસર, સેવાભાવી તથા સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશનના પ્રમુખ અજયભાઈ લોરીયાનો આજે જન્મદિવસ છે. અજય લોરીયા એ પુલવામા હુમલાના શહીદોના પરિવારોને રૂબરૂ મળી સહાય અર્પણ કરી હતી.
આ ઉપરાંત, તેમણે લોકડાઉનમાં પણ અવિરત રાહતકાર્યો કરેલ છે અને હાલની તકે આર્થિક રીતે પછાત વિધાર્થીઓ અને લોકોના કાર્યો કરવા માટે સેવા એ જ સંપત્તિ’ નામના ફાઉન્ડેશન થકી અવિરત સેવા કાર્યો કરી રહ્યા છે. સાથે 2016થી પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરી નવ દિવસ સુધી ભારતભરમાંથી શહિદ થયેલ જવાનોના પરિવારજનોને મોરબી અજય લોરીયાના સ્વખર્ચે બોલાવી આર્થિક મદદ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 19 રાજ્યોના 140થી વધુ શહિદોના પરિવારને 2 કરોડને 10 લાખની સહાય કરી ચુક્યા છે. ત્યારે આજે તેમને જન્મદિવસ નિમિત્તે સગા-સંબંધીઓ, મિત્રવર્તુળ અને રાજકીય અગ્રણીઓ તેમના મો. 99134 ૩૩૩૩૩ પર શુભેચ્છઓનો ધોધ વરસાવી રહ્યા ત્યારે વાત્સલ્યમ્ સમાચાર ટીમ તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ..








