
નારણ ગોહિલ લાખણી
દિયોદર તાલુકાના વાતમ જુના અને વાતમ નવા ના યુવાનો કંઈક નવા આયોજનો સાથે ભગવાન ની ભક્તિવભાવ કરતા હોય છે કોઈ પણ દાન હોય ગાયો માટે નુ કાર્ય હોય હંમેશા સેવાઓ કરી બીડુ ઝડપી લેતા હોય છે ત્યારે આજ રોજ વાતમ જુના મા આવેલી તપસ્વી ગૌશાળા આવેલી છે ત્યાં થી આજ રોજ વહેલી સવારે દેવ દિવાળી ના દિવશે એટલે કાર્તિકી પૂર્ણિમા ના દિવશે યુવાનો દ્વારા ગૌ શાળા થી ચાલતા વાતમ જુના ના તપસ્વી મહારાજ ની જગ્યાએ બિરાજમાન શ્રી કૃષ્ણ ભગવાન ના મંદીર સુધી ઢોલ સાથે નાચતા ચાલતા ભગવાન ના મંદિરે પહોંચી ફ્રુટ અને મીઠાઈ નો 56 ભોગ ધરાવવા મા આવ્યો હતો જેમા સહયોગી યુવાનો વાઘેલા દિલીપસિંહ વાઘજી વિક્રમસિંહ બળવંતસિંહ મોદી મોહનભાઈ કાનાજી રબારી વિક્રમભાઈ હરગોવનભાઈ દ્વારા સહયોગી દાતા બનાવી અનેરો લાભ લેવા મા આવ્યો હતો જેમા ગામ ના યુવાનો વડીલો આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી પગપાળા ચાલી ને ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન ના ચરણો મા શિશ નમાવી સુખાકારી માટે પ્રાર્થના કરાઈ હતી








