
તા.૨૧ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
આજ રોજ નવમા વિશ્વ યોગ દિનની ઉજવણી સમગ્ર વિશ્વ કરી રહ્યું છે. ‘એક પૃથ્વી એક સ્વાસ્થ્ય, વસુધૈવ કુટુમ્બકમ’ના સંકલ્પ હેઠળ સમગ્ર જિલ્લામાં ઉત્સાહભેર આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ હતી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરુપે રાજકોટ જિલ્લાના અમૃત સરોવરો ખાતે બહોળી સંખ્યામાં લોકોએ યોગ કરી યોગ દિવસની ઉજવણી કરી હતી. અમૃત સરોવરો ખાતે યોગ દિન ઉજવણીમાં કર્મચારીઓ -વિદ્યાર્થીઓએ જોડાઇ સૂર્યનમસ્કાર, હસ્તપાદાસન, તાડાસન, વૃક્ષાસન વગેરે યોગાસન અને પ્રાણાયામ જેવી યોગ ક્રિયાઓનો અભ્યાસ કર્યો હતો.

જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં અમૃત સરોવર ખાતે તથા અન્ય કાર્યક્રમોમાં જિલ્લા કક્ષા ઉપરાંત નગરપાલિકા કક્ષાએ અને તાલુકા કક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી સંપન્ન થઈ હતી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમા શાળાના ભૂલકાઓથી લઈ વરિષ્ઠ નાગરિકો, પદાધિકારીશ્રી, સરકારના વિવિધ વિભાગ અધિકારીશ્રી, કર્મચારીઓએ યોગાભ્યાસ કરી અનેરો ઉત્સાહ પ્રદર્શિત કર્યો હતો.









