TANKARA:મીતાણા તાલુકા શાળા ના બાળકોના આનંદ અને શિક્ષણ પ્રત્યે ઉત્સાહ વધારવા માટે ભગીરથ કાર્ય.

મીતાણા તાલુકા શાળા ના બાળકોના આનંદ અને શિક્ષણ પ્રત્યે ઉત્સાહ વધારવા માટે ભગીરથ કાર્ય.

શ્રી મીતાણા તાલુકા શાળા ના બાળકોને હરહંમેશ કઈક નાવીન્ય પીરસતા આચાર્ય શ્રી પ્રવીણભાઈ પારઘી દ્વારા શાળામાં થ્રીડી શો નું આયોજન કરવામાં આવ્યું હતું. આ થ્રીડી શો જૂનાગઢ ના માતંગી થ્રી ડી શો દ્વારા બતાવવામાં આવ્યો હતો. આચાર્ય શ્રી પ્રવીણભાઈ પારઘીના સહિયારા પ્રયત્નથી આ શો માત્ર પોતાની શાળા પૂરતો સીમિત ના રહેતા આસપાસની કુલ મળીને સાત શાળાના બાળકોએ શો નિહાળ્યો હતો. જેમાં છતર,હરિપર,ભૂતકોટડા,ગણેશપર, વીરવાવ,પ્રભુનગર અને મિતાણા તાલુકા શાળા નો સમાવેશ થાય છે.આ સાત શાળાના અંદાજિત એક હજાર જેટલા બાળકોએ લાભ લીધો હતો. બાળકોમાં આ થ્રી ડી શો પ્રત્યે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખશ્રી કલ્પેશભાઈ ફેફર તથા મહામંત્રી વિરમભાઇ દેસાઈ એ પણ આ કાર્ય ને શ્રેષ્ઠ કાર્ય તરીકે બિરદાવ્યું હતું.
શિક્ષણ ક્ષેત્રે આ નવતર પ્રયોગ દ્વારા બાળકોને શિક્ષણમાં રસ જાગે એ હેતુ અહીં સાર્થક થતો જણાયો હતો.








