MORBIMORBI CITY / TALUKOWANKANER

વાંકાનેરની નવી કલાવડી શાળામાં 2000 રોપાઓનું વિતરણ અને વાવેતર

વાંકાનેરની નવી કલાવડી શાળામાં 2000 રોપાઓનું વિતરણ અને વાવેતર

વાંકાનેર,સાંસે હો રહી કમ આઓ પેડ લગાયે હમ,થયું સમુદ્ર મંથન નીકળ્યું ઝેર ત્યારે મહાદેવ બન્યા નીલકંઠ,હાલમાં પ્રદુષણ ઠેર ઠેર ત્યારે વૃક્ષો બન્યા નિલકંઠ.હાલમાં પ્રદુષણના કારણે ગ્લોબલ વોર્મિંગની કારણે દિવસે દિવસે પૃથ્વીનું તાપમાન વધતું જાય છે પુર,હોનારત,અનાવૃષ્ટિ,અતિવૃષ્ટિ વાવાઝોડા જેવી કુદરતી આફતો દિનપ્રતિદિન આવતી જાય છે અને હમણાં જ બિપરજોય વાવાઝોડાના કારણે હજારો વૃક્ષો ધરાશાયી થઈ ગયા,હાલમાં માનવ વસ્તીના પ્રમાણમાં વૃક્ષોની સંખ્યા ખુબજ ઓછી છે ત્યારે વધુને વધુ વૃક્ષો વાવી, ઉછેરી,જતન કરી વાતાવરણમાં સમતુલા જાળવવી ખુબજ જરૂરી છે ત્યારે વાંકાનેરની નવી કલાવડી પ્રાથમિક શાળામાં નવરંગ નેચર કલબ દ્વારા શાળામાં અને ગામમાં 2000 જેટલા વિવિધ રોપાનું વિતરણ કરી રોપવા વાવવા અને ઉછેરવાનો દ્રઢ સંકલ્પ કરી સ્તુત્ય પગલું ભર્યું છે, વૃક્ષારોપણની આ સુંદર પ્રવૃત્તિને સફળ બનાવવા શાળાના આચાર્ય અને શૈક્ષિક મહાસંઘના રાજ્ય પ્રતિનિધિ મનીષભાઈ બારૈયા તેમજ નવરંગ નેચર કલબના વી.ડી.બાલાએ અને સમગ્ર શાળા પરિવારે ખુબજ જહેમત ઉઠાવી હતી.

[wptube id="1252022"]
Back to top button