MORBI:મોરબી બાર એસોની ચુંટણીમાં પ્રમુખ તરીકે દિલીપભાઈ અગેચણીયા વિજેતા
મોરબી બાર એસોની ચુંટણીમાં પ્રમુખ તરીકે દિલીપભાઈ અગેચણીયા વિજેતા
મોરબી બાર એસોની ચુંટણી માટે આજે સવારથી સાંજ સુધી મતદાન યોજાયું હતું અને સાંજે મત ગણતરી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે સીનીયર એડવોકેટ દિલીપભાઈ અગેચણીયા વિજયી બન્યા છે તો ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને કારોબારીના નવા વિજેતાઓને વકીલોએ અભિનંદન પાઠવ્યા

મોરબી બાર એસોસિએશનના નવા પ્રમુખ સહિતના હોદેદારો માટે આજે સવારથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દિવસભર ચાલેલી મોરબી બાર એસોસિએશનની ચૂંટણીનું સાંજે સ્પષ્ટ પરિણામ જાહેર કરાયું હતું. જેમાં પ્રમુખ પદના હરીફો દેવજીભાઈ પરમારને 14 મત, પ્રાણલાલ માનસેતાને 59 મત, જીતુભા જાડેજાને 171 મત અને દિલીપભાઈ અગેચણિયા 212 મત મળતાં દિલીપ અગેચણિયા પ્રમુખ પદે વિજય જાહેર કરાયા હતા. જ્યારે ઉપપ્રમુખ તરીકે પ્રકાશભાઈ વ્યાસ, જોઈન્ટ સેક્રેટરી તરીકે ઉદયસિંહ જડેજા અને સેક્રેટરી તરીકે વિજયભાઈ શેરસિયા તેમજ કોરોબારી સભ્યો તરીકે કરમશીભાઈ પરમાર, સાગરભાઈ પટેલ અને બ્રિજરાજસિંહ ઝાલાને વિજેતા ઘોષિત થયા હતા.








