
મોરબીના વિશીપરામાં લાકડાનો ડેલો ચલાવતા વેપારીને મોબાઈલ પર ૫ લાખની ખંડણી માંગી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે તો મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે જેમાં 62 વર્ષીય ફરિયાદી હરગોવિંદભાઇ દયારામભાઈ ચૌહાણએ આરોપી અલ્લારખાભાઇ તાજમહમદભાઇ જેડા અને તેના ભાઈ ડાડાભાઇ તાજમહમદભાઇ જેડા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણવ્યું હતું કે, તેઓ વીશીપરા રમેશ કોટન મીલના ઝાપા પાસે લાકડાનો ડેલો ચલાવી વેપાર ધંધો કરે છે. ગત તારીખ 24 એપ્રિલના રોજ તેઓ ડેલો બંધ કરવાની તૈયારી કરતા હતા ત્યારે વીશીપરામા રહેતા ડાડાભાઇનો નાનોભાઇ અલ્લારખાભાઇ તાજમહમદભાઇ જેડા ત્યાં આવ્યો હતો અને હરગોવિંદભાઇને ફોન આપીને વાત કરવાનું કહ્યું હતું.
એ સમયે જયારે હરગોવિંદભાઇએ કહેલ કે, ‘કોણ બોલો છો’ તો તેને કહેલ ફારૂક મેમણ તથા તેના દિકરાનુ ખુન કરેલ તે ડાડો જેડા બોલુ છુ. જેથી હરગોવિંદભાઇએ ‘બોલો શુ કામ છે’ તેમ પૂછતાં તેણે કહ્યું હતું કે,’તને બહુ હવા લાગે છે. મારો માણસ તારી પાસે આવે લ હતો ત્યારે તે તેને તે રૂપીયા આપેલ ના હતા હવે તારે શુ કરવાનુ છે આ મારો ભાઇ છે અલ્લારખો, તેને મે મોકલેલ છે અને તું તેને રૂપીયા બે લાખ ત્રણ દિવસમા ગમે ત્યાથી કરીને આપી દેજે જેથી.જેથી હરગોવિંદભાઇએ પૂછ્યું કે, મારે શેના રૂપીયા આપવાના છે? તો સામે પક્ષે ફોન આરોપી ડાડાએ બેફામ ગાળો આપીને કહ્યું હતું કે, તારે જીવવાનુ છે ને તો રૂપીયા આપી દેજે મારા ભાઇ ને નહી તો હું પેરોલ ઉપર આવીશ ત્યારે તને પતાવી દઇશ’ તેવુ કહીને ફોનમા ગાળો આપી હતી. જેથી હરગોવિંદભાઇએ કહ્યું હતું કે, તમે અગાઉ મારી પાસેથી આવી રીતના બે વખત રૂપીયા જબરજસ્તીથી લઇ ગયેલ છો પરંતુ ત્યારે તો થોડા થોડા રૂપીયા હતા એટલે મે આપી દિધા હતા પણ આટલા બધા રૂપીયા હુ તમને નહી આપુ’ તેમ કહેતા આરોપી ડાડાએ ગાળો આપીને કહ્યું હતું કે, વાંધો નહી હવે તુ ત્યાં રહી જોજે હું તો જેલમાં છું પરંતુ મારા ભાઇઓ ટકી, જલાલ, અલારખો બધા બહાર છે તો પછી જીવવુ મુશ્કેલ થાશે અને મારા ભાઇને રૂપીયા આપી દેજે તેવી ધમકીઓ આપી હતી.ફોન પત્યા બાદ આરોપી અલ્લારખાએ ડાડા સાથે વાત કરીને કહ્યું કે, તું 3 દિવસમા બે લાખ તૈયાર રાખજે નહીતો તને ઠામ પતાવી દેશુ’ તેવી ધમકીઓ આપીને જતો રહ્યો હતો. આ ફરિયાદને આધારે પોલીસે આઇ.પી.સી. કલમ-૩૮૪, ૩૮૭, ૫૦૪, ૫૦૬(૨), ૫૦૭, ૧૧૪, મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જેલમાં રહેલા કેદીએ વેપારીને ફોન કરી ખંડણી માગતા પોલીસની કામગીરી અને જેલ પ્રાસષન પર સવાલો ઉભા થાય છે અને હત્યાના ગુનામાં આરોપી જેલમાં છે તો તેની પાસે ફોન કેવી રીતે આવ્યો તેમજ જેલમાં છે છતાં ખંડણી માગવાની હિમત કરી તે ખરેખર પોલીસની આબરૂ લુટાઈ હોય તેવો બનાવ છે તો છેલ્લા કેટલાક દિવસોમાં પોલીસની કામગીરી પર સવાલો ઉભા કરે તેમાં ચોરી, મારામારી, હત્યા સહિતના બનાવો બની રહ્યા છે