GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ગેસ સિલિન્ડર બાટલો ની મોંઘવારી સામે થયાં દેખાવો!

મોરબીમાં ગેસ સિલિન્ડર બાટલો ની મોંઘવારી સામે થયાં દેખાવો!

ગુજરાતમાં રાજસ્થાનની જેમ ૪૫૦ રૂપિયામાં ગેસનો બાટલો મળતો થાય અને લોકોની આ મોંઘવારીની વેદના ને આજે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને દેખાવ કર્યો હતો.


આ બાબતે વાત કરીએ તો રાજસ્થાનની સરકારે પોતાની જનતા માટે રૂપિયા ૪૬૦ માં ગેસ સિલિન્ડર બાટલો આપવાની જાહેરાત કરી છે. ત્યારે ગુજરાતમાં ભાજપને ખોબલે ને મત આપ્યા છે તો ગુજરાતની જનતાને ૪૫૦ રૂપિયામાં રાંધણગેસના બાટલો કેમ ન મળે? તેવા સવાલ સાથે આ મોંઘવારી સાથે પીડાઈ રહેલા લોકોએ ઉઠાવ્યો છે? ગુજરાતમાં ૬૦ લાખથી વધુ ગેસ કનેક્શન ધારકો છે. તેઓ રૂપિયા ૧૧૦૦/- ની આસપાસની કિંમતમાં ગેસ સિલિન્ડર ખરીદે છે. રાજસ્થાન ભાજપ સરકાર રૂપિયા ૪૫૦ ના ભાવે ગેસ સિલિન્ડર આપી શકે તો ગુજરાતમાં કેમ નહીં? ગુજરાતને કેમ અન્યાય કરવામાં આવે છે? તેવી વાત લઈને મોરબી જિલ્લાના આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા પંકજભાઈ રાણસરિયા, ગોકળભાઈ ભરવાડ, પરિમલ કૈલા તેમજ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ સલમાબેન અજમેરીની આગેવાનીમાં આજે મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવાનોએ ગાંધી ચોક ખાતે હાથમાં સ્લોગન ના પેમ્પલેટ રાખીને દેખાવ કર્યો હતો. આ મોંઘવારી સમગ્ર આમ જનતા ને નડે છે. ગુજરાત ની જનતાએ ભાજપને ખોબલે ખોબલે મત આપ્યા છે ત્યારે આ ભાજપની સરકાર ગુજરાતની જનતાને ૪૫૦ માં ગેસ સિલિન્ડર કેમ ના આપી શકે? એકને ગોળ અને એક ને ખોળ જેવી આ સરકારની નીતિ છે તેવા આક્ષેપ સાથે સવાલ સાથે ઉગ્ર દેખાવો કર્યા હતા!

[wptube id="1252022"]
Back to top button