
મોરબી પાલિકામાં કાયમી ચીફ ઓફિસર મૂકવાની માંગણી
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી જીલ્લામાં એ ગ્રેડની એક જ નગરપાલિકા આવેલ છે જેમાં આજની તારીખે કાયમી ચીફ ઓફિસર નથી જેથી મોરબી પાલિકામાં કાયમી ચીફ ઓફિસર તરીકે નિમણુક કરવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવી છે.

મોરબીમાં રહેતા સામાજિક કાર્યકર વિવેક મીરાણીએ હાલમાં કલેકટરને રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, હાલ મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમારને મોરબી એ ગ્રેડની નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર તરીકે જવાબદારી સોપવામાં આવી છે. જો તેઓને કાયમી ચીફ ઓફિસર તરીકે નિમણુંક આપવામાં આવે તો મોરબી નગરપાલિકાના પડતર કામો ઝડપથી થઈ શકે તેમ છે અને મોરબી પાલિકાને કાયમી ચીફ ઓફિસર મળવાથી લોકોના કામ પણ ઝડપથી થશે તેવું જણાવ્યું છે.
[wptube id="1252022"]








