MORBI:મોરબીના પાટીદાર શિક્ષક સમાજ દ્વારા દુર્લભજીભાઈ દેથરીયાનું સન્માન કરાયું

મોરબીના પાટીદાર શિક્ષક સમાજ દ્વારા દુર્લભજીભાઈ દેથરીયાનું સન્માન કરાયું
મોરબી તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં 712 જેટલા પાટીદાર શિક્ષકો ફરજ બજાવે છે જેનું ‘મોરબી પાટીદાર શિક્ષક સમાજ ‘ નામનું સંગઠન કાર્યરત છે, જેઓ “હું નહીં આપણે ” ની તાકાત સાથે સંગઠનમાં જોડાયેલા સભાસદો પોતાની સરકારી ફરજની સાથે સાથે મોરબીમાં વર્ષ દરમ્યાન યોજાતા સેવાકીય પ્રકલ્પો જેવા કે સમૂહ લગ્ન,બ્લડ ડોનેશન કેમ્પ જેવા કાર્યક્રમોમાં પોતાનું યોગદાન આપે છે,દર બે મહિને કાર્યકર્તાઓ મળે છે,જુદી જુદી સમસ્યાઓ વિશે ચર્ચા-વિચારણા કરી એકમેકને મદદરૂપ થઇ સમસ્યા ઉકેલે છે.પાટીદાર સમાજની જુદી જુદી સામાજિક સંસ્થાઓ સાથે સંકલન સાધી સામાજિક ફલક પર કાર્યરત છે.આ પાટીદાર શિક્ષક સમાજનો સ્નેહમિલન સમારોહ માન.મોહનભાઈ કુંડારીયા સાંસદશ્રી,ભારત સરકારના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો જેમાં પ્રકાશભાઈ વરમોરા ધારા સભ્યશ્રી હળવદ , ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા,ડી.એમ.ઢોલ પી.આઈ. એલ.સી.બી- મોરબી, વગેરેની પ્રેરક ઉપસ્થિત તેમજ જિલ્લાના શિક્ષણ વિભાગના જિલ્લા શિક્ષણાધિકારીશ્રી નિલેશભાઈ રાણીપા,કેળવણી નિરીક્ષકશ્રી અશોકભાઈ વડાલિયા,ડેપ્યુટી ડી પી.સી.શ્રી પ્રવિણભાઈ ભોરણીયા તેમજ શિક્ષક સંગઠનના મુખ્ય કાર્યકર્તાઓ દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ મહાસંઘ, વિનોદભાઈ ગોધાણી પ્રમુખશ્રી મુખ્ય શિક્ષક સંઘ વગેરેની હાજરીમાં બોર્ડની પરીક્ષા, જ્ઞાનસાધના, જ્ઞાનશક્તિ, શિષ્યવૃત્તિ,જવાહર નવોદય વિદ્યાલય, એનએમએમએસ જેવી પરીક્ષા, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક, તેમજ સ્નાતક અનુસ્નાતક એમ.બી.બી.એસ. એમ.ડી.પરીક્ષામાં નંબર પ્રાપ્ત કરનાર 32 જેટલા તેજસ્વી તરલાઓનું અને વર્ષ દરમિયાન નિવૃત થયેલ 18 જેટલા શિક્ષક બંધુ ભગીનીઓનું સન્માન કરાયું હતું. દુર્લભજીભાઈ દેથરીયા ધારાસભ્ય ટંકારા-પડધરી અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હોય આ વર્ષિકોત્સવમાં ઉપસ્થિત રહી શક્યા ન હોય મોરબી પાટીદાર શિક્ષક સમાજના સૌ કાર્યકર્તાઓએ એમનું એમના કાર્યાલયે સન્માન પત્ર અર્પણ કરી સાલ ઓઢાડી અભિવાદન કર્યું હતું. શિક્ષકોની આવી સર્વોત્તમ લાગણી બદલ દુર્લભજીભાઈ દેથરીયાએ ખુશી વ્યક્ત કરી હતી અને સન્માન બદલ સૌનો આભાર પ્રકટ કર્યો હતો.









