
૯ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

ભાયાવદર શહેરમાં જ્યાં જોઈએ ત્યાં માલિકોના તથા રખડતા પશુઓનો અસહ્ય ત્રાસ છે પશુઓ ગમે ત્યારે સામે આવી જતા હોવાથી ફરી રહે છે આથી કંટાળીને આગેવાનોએ તંત્રને રજૂઆત કરી પશુઓના ત્રાસમાંથી પ્રજાને રાહત મળે તેવી માંગણી કરી હતી અને ભાયાવદરના તમામ રહેણાંક વિસ્તારોના શેરીના નાકા તેમજ મેન બજારોમાં આશરે ૪૦૦ થી ૫૦૦ જેટલા માલિકોના તેમ જ રખડતા પશુઓના ભયના ત્રાસ ઘણા સમયથી વધી ગયો છે અને આ પશુઓને કારણે સ્કૂલ કોલેજ જતા બાળકો તેમજ અધિક માસના લીધે હવેલી તેમજ મંદિરોમાં દર્શન કરવા જતા ભાવિકો વૃદ્ધ વડીલો અને નાના મોટા વાહન ચાલકો લોકોને મોટી સમસ્યા સર્જાઈ છે આથી ગામને આગેવાનો એ નગરપાલિકાના ચીફ ઓફિસરને રૂબરૂ મુલાકાત કરી પશુના ત્રાસમાંથી કાયમી માટે ઉલ્લેખ લાવવા રજૂઆત કરી હતી ચીફ ઓફિસર સાહેબે એવી ખાતરી આપી છે કે તાત્કાલિક પગલા લીધા હતા અને જણાવ્યું હતું કે અમે તાબડતોડ શહેરમાં માઈકથી જાહેરાત કરી દઈશું પછી પશુ માલિકો અને માલધારીઓ પશુઓને વાડામાં કે ડેલામાં રાખે જો જાહેર માર્ગ પર હશો તો ઉઠાવી જવામાં આવશો અને પાંજરાપોળમાં મોકલી દેવામાં આવશો પછી દંડ ભરીને જ પશુ છોડાવાના રહેશો અથવા તો સરકારની ગાઈડલાઈન મુજબ જ કામ થશો સાથોસાથ એવી પણ ચેતવણી આપી હતી કે જો પશુઓ રોડ રસ્તા અને શેરીના નાકામાં દેખાશે તો તેવા પશુને સ્થળ પર જ કોઈ જ સંજોગોમાં છોડાવવામાં નહીં આવે અને કોઈની ભલામણ પણ કામ નહીં લાગે તેવું જણાવી રહ્યા છે





