ટંકારામાં યુવાનને માર મારી ફરિયાદ ન નોંધનાર પોલીસકર્મી વિરૂદ્ધ ગુનો નોંધવા કોર્ટનો આદેશ

ટંકારામાં યુવાનને માર મારી ફરિયાદ ન નોંધનાર પોલીસકર્મી વિરૂદ્ધ ગુનો નોંધવા કોર્ટનો આદેશ
હષૅદરાય કંસારા ટંકારા
ટંકારા: ટંકારામાં વસતા અરજદારને પાડોશી સાથે થયેલી માથાકૂટ બાબતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા ગયેલ હોય ત્યારે પોલીસ કર્મચારીએ ફરિયાદ ના નોંધી અરજદારને માર માર્યો હતો જે બનાવ મામલે કોર્ટમાં કરેલી અરજીને પગલે કોર્ટે આરોપી પોલીસ કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધવાનો આદેશ કર્યો છે
જે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૧૫-૦૨-૨૦૨૦ ના રોજ પાડોશી સાથે ઝઘડો થયો હતો જેથી ફરિયાદી દીગુભાઈ કરશનભાઈ સોલંકી અને તેના પત્ની પોલીસ સ્ટેશન ગયા હતા જ્યાં બનાવ મામલે વાત કરતા પોલીસ કર્મચારી પ્રફુલભાઇ જેઠાભાઈ પરમારે માર મારી કાન પાસે છ-સાત ફડાકા માર્યા હતા અને છાતીમાં ઢીકા મારી પાછળના ભાગે પાઈપ વડે માર માર્યો હતો અને બીજી વાર પોલીસ સ્ટેશન આવ્યો કે પાડોશીને કાઈ કીધો તો કાગળિયાં કરીને તને જેલમાં પૂરી દઈશ તેવી ધમકી આપી હતી તેમજ બીજા માણસો દ્વારા ગોળીબાર કરાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ૩ કલાક પોલીસ સ્ટેશન બેસાડી રાખ્યો હતો અને બાદમાં નીતિન કરશન સોલંકીના ઘરે લઇ ગયો જ્યાં ઘરની તપાસ કરી પછી આગળ હનુમાનજી મંદિર પાસે ત્રણ વ્યક્તિને પકડીને લાવ્યા અને ફરિયાદી સહિતના ચારેય વ્યક્તિને ખુબ માર્યા હતા જે મામલે ફરિયાદીએ ટંકારાના મહે.જ્યુડી મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સાહેબની કોર્ટમાં અરજી કરી હતી ત્યારે કોર્ટે ફરિયાદીની વિગતો સાંભળ્યા બાદ ઇન્ક્વાયરી કેસને ફોજદારી કેસ તરીકે રજીસ્ટરે લેવાનો હુકમ કરવામાં આવ્યો છે
આરોપી ટંકારા પોલીસ મથકના પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રફુલ જેઠાભાઈ પરમાર વિરુદ્ધ ઈ.પી.કો. કલમ ૩૨૩,૫૦૪,૫૦૬ (2) મુજબના ગુન્હા સબબ ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ ૨૦૪ મુજબ મુદત તા. ૧૫-૦૭-૨૦૨૩ ના રોજનું સમન્સ ઇસ્યુ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે જે કેસમાં લીગલ સેલના વકીલ મુકેશભાઇ બારૈયા રોકાયેલ .








