મોરબી નગરપાલિકા ના નદી ઘર માં થયેલ ખર્ચ અને ભ્રષ્ટાચાર ની તપાસ કરી વહીવટદાર અને ચીફ ઓફિસર પ્રજા માટે આંકડો જાહેર કરે : કોગ્રેસ

મોરબી નગરપાલિકા ના નદી ઘર માં થયેલ ખર્ચ અને ભ્રષ્ટાચાર ની તપાસ કરી વહીવટદાર અને ચીફ ઓફિસર પ્રજા માટે આંકડો જાહેર કરે : કોગ્રેસ

ભાજપ શાસિત મોરબી નગરપાલિકામાં છેલ્લા બે વર્ષ દરમિયાન દરેક કામોમાં ભયંકર ભ્રષ્ટાચાર થયેલ છે નીતિ નિયમોને ને નેવે મૂકી પોત પોતાના સ્વાર્થ માટે નગરપાલિકા ચલાવવામાં આવેલી છે તાજેતરમાં જ નગરપાલિકા દ્વારા મોરબી શહેરમાં રખડતા આખલાઓને રાખવા માટે નગરપાલિકા દ્વારા નંદી ઘર બનાવવામાં આવેલો પરંતુ હાલમાં આ નંદીઘર્ નગરપાલિકાની તિજોરીમાં પૈસા ન હોવાના કારણે બંધ કરી દેવામાં આવેલ છે. તેવું જાણવા મળેલ છે.અગાઉ નંદી ઘર બનાવવામાં આવેલ ત્યારે જે આખલાઓને પકડવામાં આવ્યા હતા તેની સંખ્યા ઘણી બધી હતી અને હાલ નંદીઘર માંથી આખલાઓને પાંજરાપોળમાં મૂકવામાં આવી રહેલા છે ત્યારે એ સંખ્યા ઓછી દેખાય છે તો આમાં આંકડા ની માયાજાળ રચીને લાગતા વળગતા એ ભ્રષ્ટાચાર કરેલો હોય તેવું લાગી રહ્યું છે નગરપાલિકાખરેખર આ નંદી ઘર માં છેલ્લા બે વર્ષ દરમિયાન કેટલા પશુઓ હતા અને પશુ દીઠ કેટલો ખર્ચ કરવામાં આવેલ છે તેમજ નદી ઘરમાં જે જે સગવડતા ઉભી કરવામાં આવેલી તેમાં કેટલો ખર્ચો થયેલ તેમજ નંદી ઘરમાં પહેલા દિવસથી આજના દિવસ સુધીમાં કેટલા આખલાઓને પશુઓને નિભાવમાં આવ્યા કેટલા પશુઓના મૃત્યુ થયા એ મૃત્યુ થયા તો ક્યારે થયા શા કારણે થયા અને નંદી ઘર માં કેટલા કર્મચારીઓને રોજગાર ઉપર રાખેલા અને તેને કેટલું મહેનતાણું ચૂકવાયું તે તમામ બાબતનો મોરબી નગરપાલિકાના વહીવટદાર શ્રી અને ચીફ ઓફિસર શ્રી વિગતવાર આંકડો જાહેર કરશે કે કેમ કારણકે આ આંકડો જણાવો જરૂરી છે કે પ્રજાના ટેક્સના પૈસા માંથી આ નંદી ઘર ચાલતું હતું તેથી પ્રજા ને જાણવા હક પણ છે કે આ નંદીઘરમાં કેટલો ખર્ચ થયો અને કેટલો ભ્રષ્ટાચાર થયો અને કોને કોને ભ્રષ્ટાચાર કર્યો તેની નામાવલી દૈનિક પેપર યાતો નગરપાલિકાના નોટિસ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવે તેવી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજ્યગુરુ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઈ રબારી કે.ડી પડસુંબીયા તેમજપૂર્વ કાર્યકારી અધ્યક્ષ એલ એમ કનજારિયા અને કોંગ્રેસ આગેવાન બાવરવા ની પ્રજા વતી માંગણી કરવામાં આવે છે તેમ પ્રેસ યાદી જણાવે છે









