MORBI:મોરબીમાં સરકારી ખરાબાની જમીન પર કરેલ દબાણ દુર કરવા કોંગ્રેસ પ્રમુખે કલેકટરને પત્ર લખ્યો
MORBI:મોરબીમાં સરકારી ખરાબાની જમીન પર કરેલ દબાણ દુર કરવા કોંગ્રેસ પ્રમુખે કલેકટરને પત્ર લખ્યો
જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ કલેકટરને રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી જીલ્લા તથા તાલુકાના મોજે વજેપર ગામના રેવન્યુ સર્વે નં ૧૧૧૬ પર સરકારી ખરાબાની જગ્યા આવેલ હોય જે જગ્યા પર ક્લાસિક પાર્ટી પ્લોટનું ગેરકાયદેસર બાંધકામ કરી દબાણ કરેલ છે જગ્યા પ્રસંગોપાત ભાડે આપવામાં આવે છે અને સરકારી ખરાબાની જગ્યામાં વર્ષોથી આવું જમીન દબાણ કોભાંડ આચરવામાં આવતું હોય છતાં તંત્ર કેમ કોઈ પગલા લેતું નથી ?
આ પાર્ટી પ્લોટ કોની મીઠી નજર હેઠળ ચલાવવામાં આવે છે તે પણ તપાસનો વિષય છે કોઈપણ જાતની મંજુરી કે પરવાનગી વિના હજારોની સંખ્યામાં લોકો અહી પ્રસંગમાં આવતા હોય છે તાજેતરમાં રાજકોટમાં દુર્ઘટના બની તેવી જ રીતે ગેરકાયદેસર ચાલતા પાર્ટી પ્લોટમાં કોઈ દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ ? તેવા પ્રશ્ન કરી જગ્યાના માલિક કોણ છે જો પાર્ટી પ્લોટ પરવાનગી આપવામાં આવેલ છે તો કોના નામની છે અને કોણે પરવાનગી આપી છે તેની તાત્કાલિક તટસ્થ તપાસ કરી ગેરકાયદે કરેલ દબાણ દુર કરવા માંગ કરી છે