
અનાવૃષ્ટિના કપરા સંજોગોમાં ખેડુતોનો પાક બચાવવા મચ્છુ -૧ ડેમમાંથી પિયત માટે તાત્કાલીક પાણી આપવા: કોંગ્રેસની માંગ
વાંકાનેર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વાંકાનેર ના ડેપ્યુટી કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી કે અનાવૃષ્ટિને પગલે ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ મળવો જોઈએ તે માટે નુકસાનીનો સર્વે કરવામાં આવે અને હાલ મચ્છુ-૧ ડેમમાંથી પાણી છોડીને પિયત માટે તાત્કાલિક પાણી પૂરું પાડવામાં આવે.

આ અંગે રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, સરકારે વર્ષ ૨૦૨૦ માં ખેડુતોને પાકની નુકશાની સામે વળતર આપતી પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના બંધ કરી રાજયના ખેડુતો માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ કરેલ છે. આ યોજના અંતર્ગત ખેડુતોના પાકની નુકશાની સામે વળતર આપવા માટેની જોગવાય છે. તે મુજબ જે તાલુકામાં સિઝનનો દસ ઇંચથી ઓછો વરસાદ પડેલ હોય અથવા રાજયમાં ચોમાસુ શરૂ થાય ત્યારથી ૩૧-ઓગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે સતત ચાર અઠવાડીયા(૨૮ દિવસ) વરસાદ પડેલ ન હોય અને ખેતીના પાકને નુકશાન થયેલ હોય તેને અતિવૃષ્ટિનું જોખમ ગણાવવામાં આવશે તેવી જોગવાય છે.
ચાલુ વર્ષે ૩૧ જુલાઈ ના રોજ છેલ્લો વરસાદ થયા બાદ સરકારશ્રીની વેબસાઈટ મુજબ વરસાદ પડવાના રીપોર્ટ પ્રમાણે તા. ૦૧-૦૮-૨૦૨૩ ના રિપોર્ટ મુજબ છેલ્લા ર૪ કલાકમાં ૪ એમ એમ વરસાદ પડેલ અને ત્યાર બાદ આજ સુધી વાંકાનેર તાલુકામા વરસાદ થયેલ જ નથી તેથી મુખ્યમંત્રી કિશાન સહાય યોજના હેઠળ ખેડુતોને લાભો મળવાના નિયત ધોરણો લાગુ પડી શકે તેમ છે. તો દુષ્કાળ ની પરીસ્થીતીમાં જે તે ખેડુતોને પાકની થયેલ નુકશાનીનો સર્વે કરાવી દુષ્કાળના ચાલુ વર્ષમાં મુખ્યમંત્રી કિશાન સહાય યોજના હેઠળ ખેડુતોને યોગ્ય સહાય મળવા માટે યોગ્ય કાર્યવાહી કરવાનું જણાવવામાં આવ્યું હતું વધુમાં વાંકાનેર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ડેપ્યુટી કલેકટરને રજૂઆત કરતા જણાવવામાં આવ્યું હતું કે,વાંકાનેર શહેર તથા તાલુકામાં ઓછો વરસાદ વરસ્યો છે જેને કારણે નદી-નાલામાં પાણી ભરાયા જ નથી ઉપરાંત વર્ષાઋતુના મુખ્ય ઓગસ્ટ માસમાં બીલકુલ વરસાદ પડેલ ન હોય નદી-નાલા તથા કુવાના તળ ના પાણી સુકાઈ જવા પામેલ છે.રેગ્યુલર ચોમાસુ હોય ત્યારે સપ્ટેમ્બર માસ સુધી વરસાદ રહેતો હોવાના કારણે ડેમમાંથી સિંચાઈ માટે પાણી મોડું છોડવામાં આવે તો યોગ્ય છે પરંતુ ચાલુ વર્ષે પુરો ઓગસ્ટ માસ કોરો જવાના અસાધારણ સંજોગોમા ખેડુતોને પિયત માટે પાણી મેળવવાના કોઇ સ્ત્રોત નથી પરીણામ પાક નિષ્ફળ જવાની સમસ્યા સ્પષ્ટ નજરે પડે છે. તેવું જણાવ્યું હતું અને અંતમાં મચ્છુ-૧ ડેમમાંથી તાત્કાલિક પાણી છોડવામાં આવે તેવી રજૂઆત કરી હતી








