MORBI:પાટીદાર સમાજની દીકરીઓ વિશે બેફામ વાણી વિલાસ કરનાર કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ

MORBI:પાટીદાર સમાજની દીકરીઓ વિશે બેફામ વાણી વિલાસ કરનાર કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ
મોરબી: તેજાબી ભાષણ કરવામાં પ્રખ્યાત કાજલ હિન્દુસ્તાની ફરી વિવાદમાં આવી છે. પાટીદાર સમાજની દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની સામે પાટીદાર સમાજે મોરચો માંડ્યો છે. મોરબીમાં પાટીદાર સમાજના આગેવાન અને પાસ અગ્રણી મનોજ પનારાએ કાજલ હિંદુસ્તાની સામે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જીરો નંબરથી ફરિયાદ નોંધાવી છે.

સુરતે આયોજિત 39માં સ્નેહમિલન સમારોહમાં કાજલ હિન્દુસ્તાનીએ મોરબીની પાટીદાર સમાજની દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી. એ વિડિયો સોશ્યલ મિડિયામાં વાયરલ થયો હતો. જેથી મોરબી પાટીદાર સમાજના યુવા આગેવાન મનોજ પનારાએ કાજલ હિન્દુસ્તાની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું હતું કે, કાજલ હિન્દુસ્તાની જાહેરમાં પાટીદાર સમાજની માફી નહી માંગે તો હાઇકોર્ટમાં જઈશું.

પાટીદાર સમાજના આગેવાનોને કરી વિનંતિ
પાટીદાર સમાજના યુવા આગેવાન મનોજ પનારાએ પાટીદાર સમાજના વડીલો આગેવાનોને વિનંતિ કરતા જણાવ્યું હતુ કે, કાજલ હિન્દુસ્તાનીના મોટા ભાગના કાર્યક્રમો પાટીદાર સમાજ કરતા હોય આવી જેર ઓકતી બાઈને પાટીદાર સમાજની બહેન-દિકરીઓને બદનામ કરતી કાજલ હિન્દુસ્તાનીને સ્ટેજ ઉપર બોલાવાય નહીં જો આપણે ખરેખર પાટીદારના દિકરા હોય તો કાર્યક્રમમાં ન બોલાવવા હાથ જોડીને પાટીદાર સમાજને વિનંતિ છે.








