MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં દારૂ વેચાણની ફરિયાદ કરતા અજાણ્યા શખ્સે બિલ્ડરને ફોન કરી ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી

MORBI:મોરબીમાં દારૂ વેચાણની ફરિયાદ કરતા અજાણ્યા શખ્સે બિલ્ડરને ફોન કરી ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી

મોરબીમાં લુખ્ખા આવારા તત્વોમાં કાયદાનો કોઈ ડર રહ્યો ન હોવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે.મોરબીના શક્તિ પ્લોટ શેરી નં ૧૧ માં પાર્શ્વ હાઇસ્ટસ ફ્લેટ નં-૨૦૧માં રહેતા રુચિરભાઈ અનિલકુમાર કારિયા કે જેઓ વ્યવસાયે બિલ્ડર છે. જેઓએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી જણાવ્યું છે કે ગઈ તા.૧૬/૦૫ના રોજ મોરબીના પરષોત્તમ ચોકમાં વર્ષોથી અમુક લુખ્ખા અને આવારા તત્વો દ્વારા અડ્ડો જમાવી દારૂનું વેચાણ કરે છે તેમ પોલીસમાં કોલ કરી જાણ કરી હતી. ત્યારે પોલીસની ગાડી આવી હતી પરંતુ લુખ્ખાતત્વો સ્થળ ઉપરથી ભાગી ગયા હોય જે બાબતે તેમાંથી કોઈને જાણ થઈ જતાં સામાવાળામાંથી કોઈએ ફરિયાદી રુચિરભાઈના મોબાઈલમાં રાત્રે ૧૨.૪૦વાગ્યે કોલ કરી અજાણ્યા નંબરમાંથી કોલ કરી જેમ ફાવે તેમ અપશબ્દો બોલી ‘મોરબીમાં નહિ રહેવા દઉં ‘ કહી ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી હતી જે બાબતે વોટ્સએપ કોલ કરનારના નંબર ટ્રુ-કોલર એપમાં નાખતા તેમાં સંજય ચૌહાણ નામ દેખાડતું હોય જેથી મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે લુખ્ખાતત્વો સામે ગુનો નોંધી તેને ઝડપી તપાસનો ચક્રો ગતિમાન કર્યા..

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button