ઈડરના મહાવીર નગર વિસ્તારના જાહેર માર્ગપર ગટરના ઢાંકણ તૂટી જતા સ્થાનિક રહેણાંક વિસ્તાર ના વાહન ચાલકો સહિત રાહદારીઓના જીવ જોખમમાં

ઈડરના મહાવીર નગર વિસ્તારમાં જાહેર માર્ગપર તૂટેલ ગટર ખુલ્લા ઢાંકણ ને લઈ ભારે હાલાકી.
ઈડરના મહાવીર નગર વિસ્તારના જાહેર માર્ગપર ગટરના ઢાંકણ તૂટી જતા સ્થાનિક રહેણાંક વિસ્તાર ના વાહન ચાલકો સહિત રાહદારીઓના જીવ જોખમમાં મુકાયા છે.
ઈડર શહેરમાં નગરપાલિકા દ્વારા વિકાસના કામો થકી ઠેરઠેર લાખ્ખો કરોડો રૂપિયા ના ખર્ચ કરવામાં આવી રહ્યા છે અને શહેરની સુંદરતામાં ચાર ચાંદ લગાડવા પાલિકા હાલમાં કામે લાગી છે ત્યારે બીજીબાજુ શહેરના મહાવીર નગર વિસ્તાર માંથી પસાર થઈ રહેલ જાહેત માર્ગપર ગટરના ઢાંકણ તૂટી જતા લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી સર્જાઈ છે મહાવીર નગર વિસ્તારમાં અને તેની આસપાસ સોસાયટીમાં જવા માટે સ્થાનિક લોકો આ માર્ગનો ઉપયોગ કરે છે અને આ જાહેર માર્ગપર પાણીના નિકાલ માટે ગટર લાઈન બનાવવામાં આવી હતી જે બનાવવામાં આવેલ ગટર પર હવાની અવરજવર માટે મજબૂત લોખંડ અને સિમેન્ટ મિશ્રિત ઢાંકણ બનાવવામાં આવ્યા હતા જે ઢાંકણ થોડાક દિવસોથી તૂટી ગયેલ હોવાથી ખુલ્લી ગટરના કારણે સ્થાનિક રહીશો,શાળાએ ભણતા બાળકો સહિત વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાયા છે અને લોકો જીવન જોખમે પસાર થઈ રહ્યા છે ત્યારે હાલમાં ખુલ્લી ગટરના ઢાંકણ લગાવવા માટે નગરપાલિકા પાસે સમયનો અભાવ હોય તેમ લાગી રહ્યું છે જેથી સત્વરે ખુલ્લી ગટર બંધ કરવામાં આવે તેમ સ્થાનિક રહીશોની માંગ ઉઠવા પામી છે.
રિપોર્ટ જયંતિ પરમાર