MORBIMORBI CITY / TALUKO

મોરબીની પી જી પટેલ કોલેજ :- કોલેજના વિદ્યાર્થીઓએ મુન્દ્રા ખાતે અદાણી ગૃપ ઓફ કંપની ની મુલાકાત લીધી

સમયના સદ્ઉપયોગ નું ઉત્તમ ઉદાહરણ પુરી પાડતી મોરબીની પી જી પટેલ કોલેજ :- કોલેજના વિદ્યાર્થીઓએ મુન્દ્રા ખાતે અદાણી ગૃપ ઓફ કંપની ની મુલાકાત લીધી…

રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 

હાલ નવા એડમિસન મેળવેલ કોલેજ પ્રથમ વર્ષ ના વિદ્યાર્થીઓને [NEP-2020] અંતર્ગત નવો સિલેબસ આવવાનો હોવાથી કોલેજ શરૂ નથી થઇ શકી ત્યારે આ સમયનો સદુપયોગ કરતા …….

 

વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં સતત પ્રયત્નશીલ રહેતી એવી મોરબીની નંબર વન પી.જી. પટેલ કોલેજમાં તારીખ 3 & 4 July ના રોજ BBA SEM-1 Management faculty ના વિદ્યાર્થીઓ માટે મુન્દ્રા પોર્ટ ખાતે પ્રોજેક્ટ ઉડાન અંતર્ગત ઔદ્યોગિક મુલાકાતનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાતમાં અદાણી કંપનીના કોઓર્ડીનેટર દ્વારા વિદ્યાર્થીઓને મુન્દ્રા પોર્ટ, અદાણી પાવર અને અદાણી વિલમર જેવી મોટી કંપનીઓની મુલાકાત કરાવવામાં આવી હતી અને તમામ પ્રેક્ટીકલ અને વ્યવહારુ જ્ઞાન અને માહિતી આપવામાં આવી હતી.

આ મુલાકાત અંતર્ગત વિદ્યાર્થીઓમાં વ્યવહારુ અને પ્રેક્ટીકલ જ્ઞાનનો વિકાસ થાય, મેનેજમેન્ટના સિદ્ધાંતોથી અવગત બને અને ભવિષ્યમાં એક સફળ ઉદ્યોગ સાહસિક કે સફળ સંચાલક બને તેવા ઊમદા હેતુથી આ‌ ઔદ્યોગિક મુલાકાત મનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ તમામ પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને જરૂરી એવી તમામ માહિતી મેળવી હતી. આ ઔદ્યોગિક મુલાકાતમાં પી.જી પટેલ કોલેજના હેડ ડો. હેમાંગ ઠાકર, પ્રોફેસર દર્શીની મહેતા અને પ્રોફેસર દીપ મણીયાર વિદ્યાર્થીઓ સાથે જોડાયા હતા

[wptube id="1252022"]
Back to top button