
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજની મહુડી ગૃપ ગ્રામપંચાયતના તાળા તૂટ્યા, ચોરો એ પંચાયત ને પણ બાકી ના મૂકી :પોલિસી પ્રેટોલિંગ સામે સવાલ
શિયાળા ની ઋતુમાં ખાસ કરીને ચોરોની ગેંગ સક્રિય થતી હોય તેવા ચોરીના બનાવો સામે આવતા હોય છે કેટલીક જગ્યાએ મકાનમાં ચોરી તો કેટલીક જગ્યાએ મંદિરમાં ચોરી પણ હવે તો ચોરોએ માજા મૂકી હોય એમ ગ્રામપંચાયત ને પણ બાકી નથી મૂકી અને ચોરી કરવાના ઈરાદા થી ગ્રામ પંચાયત ના તાળા તોડી ચોરીનો પ્રયાસ કરાયો હોવાની ઘટના સામે આવી હતી જેમાં મેઘરજની મહુડી ગૃપ ગ્રામપંચાયતના તાળા ચોરો એ તોડ્યા હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી હતી અને ચોરો એ પંચાયત ને પણ બાકી ના મૂકી ત્યારે ચોરી ની ઘટના સામે હાલ તો પોલિસી પ્રેટોલિંગ સામે પણ સવાલ ઉભા થયાં છે જેમાં પંચાયતની કોટની પાસે તાળુ અને સહી પેડ મળી આવ્યુ વધુમાં પંચાયતની તીજોરીના પણ લોક તોડ્યા હતા પરંતુ કમનસીબે પંચાયત માં ચોરોને કઈ ના મળતા ધોયેલા મોઢે પાછા ફર્યા હતા જેમાં સમગ્ર ઘટના ને પગલે ચોરીને લઈ ટીંટોઈ પોલીસ સ્ટેશન ને જાણ કરાઈ હતી પોલીસે ચોરીની ઘટના ને લઈ ફરીયાદના આધારે તપાસ હાથ ધરી