મોરબી :ઘરે સંતાન ન થતા શ્રમિક યુવાને ગળેફાસો ખાઇ આપઘાત
મોરબી નજીકના રફાળેશ્વર પાસે આવેલ શીવાય ટેકનોબાથ એલએલપી નામના કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા સુરેશભાઈ રતારામ માધવ જાતે અનુ.જાતી (૩૪)એ લેબર ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને આ બનાવની મૃતકના ભાઈ મેડારામ રતારામ માધવ જાતે અનુ.જાતી (૩૭) દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતકના ડેડબોડીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ચલાવી રહી છે મૃતક યુવાનના ભાઈ જેડારમ રત્નારામે જણાવ્યું હતું કે સુરેશભાઈના ઘરે સંતાન ન થતા હોવાથી તેમની તથા તેના પત્નીની દવા ચાલુ હતી દરમિયાન તેણે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે





