સરા ચોકડીએ ચિત્રા પબ્લિસિટીના હોડિંગ્સ ને હળવદ નગરપાલિકા ના ચીફ ઓફિસરે નોટીસ ફટકારી

સરા ચોકડીએ ચિત્રા પબ્લિસિટીના હોડિંગ્સ ને હળવદ નગરપાલિકા ના ચીફ ઓફિસરે નોટીસ ફટકારી
ગેરકાયદેસર ઊભા કરેલા હોર્ડિંગ્સ હટાવવા ચિત્રા પબ્લીસીટીને નોટિસ ફટકારાઈ

બિપોરજોય વાવાઝોડાના ખતરાને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. અને શહેરમાં કે જાહેરમાં લગાવેલા જોખમી હોર્ડિંગ્સ હટાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે સરા ચોકડી પાસે આવેલા કોમ્પ્લેક્ષ પર લગાવેલા હોર્ડિંગ્સ હટાવવા નગરપાલિકા ચીફ ઓફિસરે ચિત્રા પબ્લીસીટીને નોટિસ ફટકારી છે. નોટિસમાં જણાવ્યા મુજબ સરા ચોકડી પાસે કોમ્પ્લેક્ષ પર લગાવેલા હોર્ડિંગ્સ મંજૂરી વિના લગાવેલા છે. અને તે જોખમકારક અને ભયજનક સ્થિતિમાં હોય જેથી ત્યાં અવરજવર કરતા લોકો, મુસાફરો માટે હોર્ડિંગ્સ સુરક્ષિત ન હોય તેમજ જો કારણોસર પડે તો જાહેર જનતા અને જાનમાલને નુકસાન થવાની સંભાવના છે. જેથી તાત્કાલિક હોર્ડિંગ્સ હટાવવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. અને જો સૂચના મુજબની કાર્યવાહી નહીં કરવામાં આવે તો નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે, આ પહેલા પણ ચીફ ઓફિસર દ્વારા ચિત્રા પબ્લીસીટીને હોર્ડિંગ્સ હટાવવા અંગે નોટિસ ફટકારી હતી. પરંતુ ચિત્રા પબ્લીસીટી નગરપાલિકાની નોટિસને ઘોળીને પી ગયું હોય તેમ હોર્ડિંગ્સ હટાવવામાં આવ્યા નહતા. જોકે હવે જોવાનું એ છે કે ફરી નોટિસ ફટકારતા ચિત્રા પબ્લીસીટી હોર્ડિંગ્સ હટાવે છે કેમ…

વિશાલ જયસ્વાલ હળવદ








