મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે ચાર્જશીટ રજૂ કરવામાં આવી, જયસુખ પટેલ વિરુદ્ધ પોલીસે ચાર્જશીટ દાખલ કરી

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે ચાર્જશીટ રજૂ કરવામાં આવી, જયસુખ પટેલ વિરુદ્ધ પોલીસે ચાર્જશીટ દાખલ કરી

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. મોરબીની સેશન્સ કોર્ટમાં પોલીસ દ્વારા આ ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. 30 ઓક્ટોબરના રોજ મોરબીનો ઝૂલતા પુલ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. ત્યારે આ કેસમાં અત્યાર સુધીમાં 9 લોકોની ધરપકડ થઈ છે.
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે જયસુખ પટેલ દ્વારા આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી. જેને લઈને આજે આગોતરા જામીન અરજી પર મોરબીની સેસન્સ કોર્ટમાં સુનાવણી હતી. આ સુનવણીમાં પોલીસ દ્વારા મુદ્દત માંગવામાં આવતા તેને ધ્યાને લઈ કોર્ટે આગામી સુનવણી પહેલી તારીખ પર રાખી છે. મૃતકોના પરિવાર વતી એડવોકેટ દિલીપભાઈ અગેચણીયાએ જામીન અરજીની સુનવણી સમયે પોતાને સાંભળવા માટે અરજી કરી હતી. કોર્ટે અરજી મંજુર કરી આગામી સુનવણીમાં તેમને તક આપવામાં આવશે.









