MORBIMORBI CITY / TALUKO

Morbi -સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે મધ્યઝોન પ્રદેશકક્ષા ની “બાળ પ્રતિભા શોધ” સ્પર્ધા યોજાઈ..

રમત-ગમત યુવા અને સાંસ્ક્રુતિક પ્રવૃત્તિઓ વિભાગ ના યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર ના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી ની કચેરી મોરબી દ્વારા ગુજરાત મધ્યઝોન પ્રદેશકક્ષા “બાલ પ્રતિભા શોધ” 2022-23 નું આયોજન તા.21અને 22 જાન્યુઆરી ના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ-મોરબી ખાતે કરવામાં આવેલ.

આ સ્પર્ધામાં આણંદ, બોટાદ,દાહોદ,ખેડા, મહીસાગર,પંચમહાલ,સુરેન્દ્રનગર, વડોદરા શહેર,વડોદરા ગ્રામ્ય અને મોરબી જિલ્લા માંથી પ્રથમ નંબરે આવેલ સ્પર્ધકો વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી.

જેમાં વકતૃત્વ, નિબંધ લેખન,દોહા છંદ ચોપાઈ,લોકવાર્તા,ચિત્રકલા,સર્જનાત્મક કારીગીરી,લોકનૃત્ય,એકપાત્રિય અભિનય,લગ્નગીત,સમુહગીત,લોકગીત,ભજન અને લોકવાદ્ય સંગીત ની સ્પર્ધાઓનો સમાવેશ થાય છે, પ્રદેશકક્ષા એ નંબર પ્રાપ્ત કરેલ સ્પર્ધકો હવે રાજ્યકક્ષાએ પોતાની કલા પ્રસ્તુતિ કરશે,તમામ સ્પર્ધકોને મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી હિરલબેન વ્યાસે અભિનંદન પાઠવેલ છે.

[wptube id="1252022"]
Back to top button