હળવદમાં બ્રિલિયન્ટ ક્લાસીસ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

હળવદમાં બ્રિલિયન્ટ ક્લાસીસ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
મોટીવેશનલ સ્પીકર દ્વારા છાત્રોને પ્રેરણાત્મક માર્ગદર્શન અપાયું

હળવદ:- છાત્રોની ધો-૧૦ અને ૧૨ ની પરીક્ષાઓ પૂરી થતાં છાત્રોને પોતાની કારકિર્દી કઈ દિશામાં બનાવી આ અંગે મૂંઝવણ અનુભવતા હોય છે ત્યારે હળવદ સ્થિત બ્રિલિયન્ટ ક્લાસીસ દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન મળે તે માટે હળવદ માં ગોલેશ્વર મહાદેવ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામ ના વતની અને મોટીવેશનલ સ્પીકર ઉદયસિંહ રાઠોડ તેમજ કારકિર્દી માર્ગદર્શક રાજકોટ સ્થિત રોનકભાઈ ઉપસ્થિત રહી છાત્રોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નું આયોજન બ્રિલિયન્ટ ક્લાસીસ ના સંચાલક આશિકભાઈ પાયક, બિપીનભાઈ કાપડિયા અને અમનભાઈ ભલગામા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં છાત્રો એ ભાગ લીધો હતો તેમજ ગત વર્ષના તેજસ્વી તારલાઓ નું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બ્રિલિયન્ટ ક્લાસીસ ના શિક્ષકગણે જહેમત ઉઠાવી હતી.

વિશાલ જયસ્વાલ હળવદ








