GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાના મીતાણા પાસે કાર ચાલકે વૃદ્ધને હડફેટ લેતા મોત

ટંકારા ના મીતાણા પાસે કાર ચાલકે વૃદ્ધને હડફેટ લેતા મોત

ટંકારા તાલુકાના મીતાણા ગામે રહેતા વિક્રમભાઈ બાબુભાઈ ગોગરા જાતે બોરીચા (૩૮)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર નંબર જીજે ૧૮ એક્સ ૨૦૬૪ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે મીતાણા ગામના ઝાપા પાસે રાધે હોટલની આગળના ભાગમાંથી તેઓના પિતા ભગુભાઈ ગોગરા ચાલીને જઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે તેને હડફેટે લીધા હતા જેથી ફરિયાદીના પિતાને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક વૃદ્ધના દીકરાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ હાથધરી
[wptube id="1252022"]








