RAJKOTUPLETA

જામકંડોરણા ની મામલતદાર કચેરી ખાતે જયેશભાઈ રાદડિયા ના અધ્યક્ષ સ્થાને બિપોરજોય વાવાઝોડાની આગમચેતી ના ભાગ રૂપે મિટિંગ યોજાઈ આ મિટિંગ મા જામકંડોરણા ની વિવિધ કચેરીના અધિકારીઓ હાજર રહ્યા હતા.

૧૪ જુન વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

જામકંડોરણા તાલુકા ભરમાં સ્થળાંતર કરેલા તમામ લોકોને જમવાની રહેવાની ને ફ્રૂટ પેકેટ પહોંચાડવા માટે અમારી સંપૂર્ણ તૈયારીઓ છે.ખાસ કરીને પીજીવીસીએલ ટીમને સતત રહેવા સૂચના આપી હતી

અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપરજોય નામનું વાવાઝોડું હજી વધારે તાકતવર બનશે તેવી હવામાન દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે જામકંડોરણા શહેરી વિસ્તાર તેમજ આસપાસના ગામોમાં વાવાઝોડાને પગલે ઝુંપડપટ્ટીમાં રહેતાં ગરીબ પરીવારો ને જામકંડોરણા વહીવટી તંત્ર દ્વારા દ્વારા સાવચેતી ના ભાગ રૂપે જામકંડોરણા ની ઈન્દિરા નગર પ્રાથમિક શાળા ખાતે સ્થળાંતર કરવા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે આ આશ્રત પરીવારો ને ખાવા માટે ફ્રુટ પેકેટ્સ ની જરૂર પડતાની સાથે જ જામકંડોરણા ની જયેસભાઈ રાદડિયા સંચાલિત છાત્રાલય થી કરવા આવી રહી છે
આજરોજ જામકંડોરણા મામલતદાર કચેરી ખાતે આ કુદરતી આફત સામે બચવા એક મિટિંગ આયોજન કરવામાં આવ્યુ હતું આ મિટિંગ મા જામકંડોરણા ના ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડિયાએ વહીવટીતંત્રને સંબોધતા કહ્યું હતું કે, સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિ સમયે તમામ વિભાગોના અધિકારીઓ સતત સંકલનમાં રહી તમામ તેના મોબાઈલ ફોન ચાલુ રાખી કોઈ પણ પરિસ્થિતિમાં પહોંચી વળવા સતત જાગૃત અને સતર્ક રહે. કોઈપણ પ્રકારની જાનહાની ન થાય, લોકો સલામત રહે તે માટે વહીવટી તંત્ર સાથે મળીને સૌ સહયોગી બની કાર્ય કરીશું.

આ બેઠકમાં વાવાઝોડાની સંભવિત અસરો સામે સંપૂર્ણપણે તૈયારીમાં રહેવું તેવી અધિકારીઓને સુચના આપવામાં આવી હતી આખિરમાં જયેશ રાદડિયા એ પણ જણાવ્યું હતું કે તમામ અધિકારીઓએ તેઓના ફોન ચાલુ રાખવા હું ગમે ત્યારે રાત્રે બે વાગ્યે પણ ફોન કરીને ચેક કરીશ દરેક અધિકારીઓને કડક સૂચના પણ આપવામાં આવી હતી

[wptube id="1252022"]
Back to top button