BHANVADDEVBHOOMI DWARKA

ભાણવડ તાલુકામાં આશા સંમેલન યોજાયું

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

આશાબહેન એ આરોગ્યની કામગીરી માટે સેતુરૂપ છે. તેઓ ગ્રામ્ય અને શહેરી કક્ષાએ લોકોને આરોગ્યની સુવિધાઓ સુધી પહોંચાડે છે. આ આશા બહેનોની કામગીરીને બિરદાવવા માટે ભાણવડ તાલુકામાં આશા સંમેલન યોજવામાં આવ્યું હતું.

આશા બહેનોને રસિકરણ, કુટુંબ કલ્યાણ, સરકારી યોજના, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર વગેરેમાં સારી કામગીરી કરનારને પ્રશસ્તિપત્ર તેમજ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ માં ગુંદા આરોગ્ય કેન્દ્ર ના આશા બહેનોએ ઓરી રુબેલા વિશે નાટક રજૂ કર્યુ હતુ.  તેમજ વેરાડ આરોગ્ય કેન્દ્રના બહેનોએ રસીકરણ વિશે નાટક રજૂ કર્યુ હતું. કાર્યક્રમ નું સફળ સંચાલન આશા ફેસિલેટર બહેનો દ્વારા કરવામાં આવેલ. સમગ્ર ટિમ ને સારી કામગીરી માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.ભંડેરીએ અભિનંદન પાઠવ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button