BANASKANTHAGUJARATPALANPUR

અંબાજી માં માગશર સુદ પૂનમે મંદિરમાં ભક્તોનુ ઘોડાપુર  ઉમટી પડ્યું 2023 ની છેલ્લી પુનમે ભક્તો ધજા લઇને અંબાજી મંદિરમાં પહોચ્યાં

26 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

યાત્રાધામ અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. આજે માગશર પૂનમ હોય અને 2023 ની છેલ્લી પૂનમ હોય મોટી સંખ્યામાં ભક્તો માતાજીના મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા. અંબાજી મંદિરના ચાર ચાર ચોકમાં બોલ મારી અંબે જય જય અંબે નો નાશ સાંભળવા મળ્યો હતો અને ભક્તો હાથમાં ધજા લઈને ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા.અંબાજી મંદિરમાં રવિવારે ,આઠમ અને પૂનમે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવતા હોય છે, ત્યારે આજે પૂનમ હોઈ અંબાજીમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા હતા.હાલમાં નાતાલનું અને 31નું વેકેશન ચાલતુ હોઈ મોટી સંખ્યામાં ભક્તો દેવ દર્શન કરવા પહોંચ્યા હતા અને માતાજીના મંદિરમાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. 2023 ની છેલ્લી પૂનમે પણ ભક્તો ધજા લઈને માના મંદિરમાં દર્શન કર્યા હતા.યાત્રાધામ અંબાજી મંદિરમાં માતાજીના ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થતા ધજા લઈને આવતા હોય છે અને ધજા માતાજીના શિખર ઉપર અર્પણ કરતા હોય છે ત્યારે અંબાજી મંદિરમાં પણ મોટી સંખ્યામાં ભક્તો પુનમે દર્શન કરવા આવતા હોય છે.જોકે ભાદરવી પૂનમે ભક્તોની ભારે ભીડ થતી હોવાથી કેટલાક શ્રધ્ધાળુઓ અલગ અલગ પૂનમે અંબાજી આવે છે તેમ આ માગશર પૂનમે પણ ઘણા લોકો પગપાળા ચાલી અંબાજી આવે છે.મહેન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button