
મોરબીના નીંચી માંડલ નજીક કેનાલમાં ડૂબેલ યુવાનનો મૃતદેહ મળ્યો
મોરબી તાલુકાના નીંચી માંડલ ગામ થી વાંકળા જવાના રસ્તા નજીક પસાર થતી કેનાલમાં ડબલ સવારી બાઈક ખાબક્યું હોય જેમાં એક યુવાનનો બચાવ થયા બાદ અન્ય એકનું શોધખોળ ચાલી રહી છે તો ૪૦ કલાક બાદ તેનો મૃતદેહ મળ્યો હતો.

ગત તા. ૭ ના સાંજના સુમેર મોરબીના નીંચી માંડલ ગામ થી વાંકળા જવાના રસ્તા નજીક પસાર થતી કેનાલમાં ડબલ સવારી બાઈક ખાબક્યું હતા જેથી બાઈકમાં સાથે બંને વ્યક્તિઓ કેનાલમાં ડૂબ્યા હતા જેમાંથી સુનીલ નામના યુવાનને તરતા આવડતું હોવાથી તે કેનાલમાંથી બહાર નીકળી ગયો હતો તો અશ્વિન મોઢુંતારિયા નામનો યુવાન કેનાલના પાણીના તણાઈ જતા આસપાસના લોકો ભેગા થઇ શોધખોળ હાથ ધરવામાં આવી તો મોરબી ફાયરની ટીમ પણ સ્થળ પર દોડી જઈને અશ્વિનની શોધખોળ હાથધરી છે તો ૪૦ કલાક બાદ અશ્વિનનો મૃતદેહ મળ્યો હતો
[wptube id="1252022"]








